Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રવેશોત્સવને લઇ સંગઠન સાથે બેઠક નહીં થતાં સસ્પેન્સ:આજે મનપા કમિટીઓની રચના પણ કેટલી બનશે તે નક્કી નથી

    2 दिन पहले

    મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મેયરની અધ્યક્ષતામાં બુધવારે યોજાશે. સભાના એજન્ડામાં 9 મુદ્દા ઉપરાંત સ્થાયી અને અન્ય કમિટીઓની રચનાનો મુદ્દો પણ છે. જોકે, સામાન્ય રીતે બોર્ડ બેઠક પહેલાં પદાધિકારીઓ અને પક્ષના હોદ્દેદારોની સંકલન બેઠક યોજાતી હોય છે, પરંતુ મંગળવારે પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીની હાજરીને લઇ સંગઠનના મોટા હોદ્દેદારો વ્યસ્ત રહેતાં આ બેઠક યોજાઈ શકી નહોતી. તેથી કમિટીઓ અંગેનો અંતિમ નિર્ણય બુધવારે સવારે થઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે. ટાઉનહોલમાં યોજાનારી સામાન્ય સભામાં કર્મચારીઓના વેતનમાંથી એનપીએસ કપાત, ઉચ્ચતર પગારધોરણ, ફાયરમેન-કમ- ડ્રાઇવરની બે જગ્યાની ભરતી, રહેમરાહે ત્રણ નિમણૂકો, લોકભાગીદારી યોજનાના કામોની નીતિ સહિત કુલ 9 મુદ્દા પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે. ઉપરાંત, અધ્યક્ષ સ્થાનેથી શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા સ્થાપવા અંગે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 12 વર્ષના શાસનને અભિનંદન પાઠવતો ઠરાવ રજૂ કરવાની પણ વિચારણા કરાઇ છે. પ્રવેશોત્સવને લઇ મંગળવારે મેયર અને ડેપ્યુટી મેયર તેમજ ભાજપના હોદ્દેદારો મુખ્યમંત્રીના કાર્યક્રમોની વ્યવસ્થામાં જોડાયેલા હતા. જેને લઇ મનપાના સભ્યો અને સંગઠનની સંકલન બેઠક યોજાઈ નહોતી. પરિણામે કમિટીઓમાં ચેરમેન પદ કોને મળશે અને કઈ કમિટીમાં કોનો સમાવેશ થશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. શહેર ભાજપના સૂત્રો મુજબ, કમિટીઓ અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવાયો નથી અને બુધવારે સવારે આ બાબતે ચર્ચા થઈ શકે છે. કમિટીઓ માટે એસઓપી બન્યા બાદ સત્તાનો અમલ સૂત્રો મુજબ, કમિટીઓની સત્તા કેટલી હશે, તેમની કામગીરી અને કાર્યપદ્ધતિ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે તે અંગે હજુ સ્પષ્ટતા નથી. રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી આ બાબતે હજુ સુધી કોઈ એસઓપી કે માર્ગદર્શિકા આવી નથી. રાજ્યની અન્ય નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં પણ હજુ કમિટીઓની રચના થઈ નથી. આવી સ્થિતિમાં મહેસાણા મહાનગરપાલિકા પોતાની એસઓપી તૈયાર કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે દરખાસ્ત મોકલી શકે છે, મંજૂરી મળ્યા બાદ તેનો અમલ થશે. નગરપાલિકામાં કારોબારી અને ટાઉન પ્લાનિંગ સમિતિ સિવાયની અન્ય સમિતિઓને નિર્ણય લેવાની સત્તા મર્યાદિત હતી. જ્યારે મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓને કેટલાક મુદ્દાઓ પર નિર્ણય લેવાની સત્તા મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિ-મોન્સુનના નામે કરોડોનો ધુમાડો, રંગમતીમાં ગંદકી:કમિશનરની અધિકારીઓ સાથે મુલાકાત, સફાઇની સૂચના‎
    Next Article
    કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં ટીમ પઠાણી ડ્રેસ પહેરી પહોંચી આરોપીને દબોચ્યો:કાશ્મીરી વેશ ધારણ કરી ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષથી ફરાર NDPSના આરોપીને અનંતનાગથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment