Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં ટીમ પઠાણી ડ્રેસ પહેરી પહોંચી આરોપીને દબોચ્યો:કાશ્મીરી વેશ ધારણ કરી ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષથી ફરાર NDPSના આરોપીને અનંતનાગથી પકડ્યો

    2 days ago

    ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ ઓપરેશન કારાવાસ 02 ચલાવી રહી છે. જેમાં 17 વર્ષથી ફરાર આરોપીને જીવના જોખમે ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ સ્થાનિક વેશ ધારણ કરી ઝડપી પાડ્યો છે અને અત્રે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. 2003માં આણંદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી મંહમદઅસરફ ગુલામમંહમદ લોન સહિત અન્ય 1 શખ્સની ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં કોર્ટે આરોપી મંહમહદઅસરફ લોનને 10 વર્ષની સજા ફટકારી હતી. તેને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલમાંથી આરોપી વર્ષ 2009માં પેરોલ મેળવી પરત જેલમાં હાજર થયો ન હતો. છેલ્લા 17 વર્ષથી આરોપીને પોલીસ શોધી રહી હતી. આખરે ફરાર આરોપી મહંમદ અસરફ લોનનું નામ ઓપરેશન કારાવાસના લિસ્ટમાં લાંબા સમયથી હતું, તેવામાં તેને ઝડપી પાડવાની સૂચના ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી હતી. ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી ફરાર આરોપીની જમ્મુ-કાશ્મીરના ગ્રામ્ય વિસ્તાર ચીકીમણી વિસુ ખાતે હોવાની જાણકારી મળી હતી ટીમને તુંરત અનંતનાગ ખાતે રવાના કરાઈ હતી. 17 વર્ષથી ફરાર રહેવાથી આરોપીનો દેખાવ બદલાઇ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થાનિક વેશમાં વોચમાં ગોઠવાઈ હતી.ફરાર કેદી ભદ્રાગુંડ ગામ ખાતે આવતો હોવાનું જાણવા મળ્યું હતું તથા તે હાલ હાર્ડવેરની દુકાન ચલાવી રહ્યો છે. જેથી તેને ઝડપી પાડવા ટીમે પહેરવેશ બદલી આરોપીની હાર્ડવેરની દુકાન પાસે વોચ ગોઠવી હતી. દુકાન ખોલવા માટે આરોપી આવતા જ એને 4 હજાર કિમી દૂર ગામમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી લેવાયો હતો. પૂરતી સાવચેતી સાથે ઓપરેશન પાર પાડવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં આંતકવાદી પ્રવૃત્તિ ચાલી રહી છે. પરિણામે ત્યાં આર્મીની હાજર હોય છે અને શંકાસ્પદો ને ઝડપી કાર્યવાહી કરે છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ અજાણ્યા શખ્સ નજરે પડે તો ગ્રામ્ય વાસીઓ પણ પાકિસ્તાની સમજી હુમલો કરી શકે છે. આમ પઠાણી પહેરી વેશ બદલેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને આર્મી અને ગ્રામ્ય વાસીઓ એમ બંનેથી બચીને આરોપી ને પકડવાનો હતો.આરોપીને પણ પોલીસની હાજરીની ગંધ આવે તો ભાગી જાય એવી આશંકા હતી.આમ ટીમે જીવના જોખમે 17 વર્ષથી ફરાર આરોપીને કાશ્મીર થી ઝડપી લીધો હતો. - એસ.એમ.ગામેતી, પીઆઇ ક્રાઈમ બ્રાન્ચ
    Click here to Read More
    Previous Article
    પ્રવેશોત્સવને લઇ સંગઠન સાથે બેઠક નહીં થતાં સસ્પેન્સ:આજે મનપા કમિટીઓની રચના પણ કેટલી બનશે તે નક્કી નથી
    Next Article
    સેગવાથી શિનોરના માર્ગ પર પોલીસની જીપમાં રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ:4 વર્ષની બાળકીના હત્યારાએ પીઆઇની રિવોલ્વર ઝૂંટવી: ઝપાઝપીમાં ગોળી વાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment