Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડનગરમા બોલેરો ચાલક સહિત 4 શખ્સોનો યુવક પર હુમલો:કાનમાં ઇયરફોન કેમ ભરાવ્યા છે તેમ કહી ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

    17 hours ago

    મહેસાણા જિલ્લાના વડનગરમાં મોટરસાયકલ પર જઈ રહેલા વિદ્યાર્થી યુવક અને તેના મિત્રને બોલેરો ગાડીમાં આવેલા શખસોએ આંતરીને ગાળો ભાંડી, છરી વડે જાનલેવા હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ અંગે વડનગર પોલીસે ચાર હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. 'કાનમાં ઇયરફોન ભરાવી શું હલકાઇયો મારે છે' કહી બોલાચાલી વડનગરના અમથોલ દરવાજા નજીક રહેતો 21 વર્ષીય વિદ્યાર્થી ગુંજન પટેલ તેના મિત્ર નિલેશ સથવારા સાથે વિસનગર ખાતે નોકરીનું ઇન્ટરવ્યૂ આપીને મોટરસાયકલ પર પરત ફરી રહ્યો હતો. રાત્રે આશરે 10:30 વાગ્યે નવા બસ સ્ટેશન નજીક એક બોલેરો ગાડીના ચાલકે તેમનો રસ્તો રોકી, "કાનમાં ઇયરફોન ભરાવી શું હલકાઇયો મારે છે" કહીને બોલાચાલી કરી હતી. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ ગુંજન બાઈક લઈને આગળ નીકળતાં કાળકા માતાના ઢાળ નજીક ચારેય શખસોએ ફરીથી તેમનો રસ્તો રોકી બાઈકની ચાવી કાઢી લીધી હતી. ગુંજન અને તેના મિત્રે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા હુમલાખોરોએ ગુંજનના બરડાના ભાગે છરીનો ઘા મારી તેને લોહીલુહાણ કરી દીધો હતો. યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત ગુંજનને 112 પોલીસ સેવા મારફતે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પીડિતની ફરિયાદના આધારે વડનગર પોલીસે ડી.જે. ઠાકોર, સોહિલ મોદી, સંજય ઠાકોર અને ભરતજી ઠાકોર (તમામ રહે. વડનગર) વિરુદ્ધ બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    यूट्यूब से भारतीय कितना कमा रहे हैं,NDTV पर इंडिया हेड का खुलासा, 73% क्रिएटरों के लिए आमदनी का पहला जरिया
    Next Article
    શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂ.4.12 કરોડની ઓનલાઈન ઠગાઈ:​'હેલો ટ્રેડર્સ' નામની નકલી સાઈટમાં કરોડોનું રોકાણ કર્યું, નફો અને મૂળ મૂડી વિથડ્રો ન થતા છેતરાયાની જાણ થઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment