Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવા સામે વધુ એક કાનૂની પડકાર:પોલીસની છબી ખરડવાના કેસમાં 29 જુલાઈએ ભરુચ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ; 2024નો વિવાદાસ્પદ નિવેદનનો મામલો

    1 day ago

    આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાનૂની પડકારો વધી રહ્યા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા બાદ તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. હવે પોલીસ તંત્રની છબી ખરડવાના આક્ષેપ સાથે નોંધાયેલા અન્ય એક કેસમાં ભરૂચ કોર્ટે તેમને 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસ જુલાઈ 2024 દરમિયાન જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત છે. ફરિયાદીઓના મતે, વસાવાના નિવેદનોથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડાના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગાઉ, તેમને 23 જૂનના રોજ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેની યોગ્ય બજવણી થઈ ન હતી. જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. જેના આધારે કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપતા 29 જુલાઈની નવી તારીખ નક્કી કરી છે. આદિવાસી સમાજમાં મજબૂત જનાધાર ધરાવતા ચૈતર વસાવા પહેલેથી જ સજા ભોગવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક કેસમાં કોર્ટની કાર્યવાહી શરૂ થતાં તેમના રાજકીય ભવિષ્ય અને આગામી કાનૂની લડત પર સૌની નજર મંડાયેલી છે. 29 જુલાઈએ તેઓ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ તે જોવું મહત્ત્વનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે બોલાવીને કહ્યું- તમારો લાડકવાયો હવે આ દુનિયામાં નથી:નદીના પટમાં રહી ગયેલા માથાએ હત્યારાનો પાપનો ઘડો ફોડ્યો, આરોપી બોલતો રહ્યો ને ક્રાઇમ બ્રાન્ચ સાંભળતી રહી
    Next Article
    RTO ચલણની APK ફાઇલ ડાઉનલોડ કરતાં 11.87 લાખ ઉપડી ગયા:ઓઢવના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલી ફાઇલ ડાઉનલોડ કરતા મોબાઈલ હેક થઈ ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment