Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:RTOમાં ડમી ટેસ્ટના વીડિયો ચકાસ્યા પછી AI ટેસ્ટ ટ્રેકની તારીખ નક્કી થશે

    1 week ago

    અમદાવાદ અને વસ્ત્રાલ આરટીઓ ખાતે એઆઇ આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર કરી દેવાયો છે. લોકો માટે ક્યારથી શરૂ કરવો તે માટેની તૈયારી શરૂ કરી દેવાઈ છે. જેના ભાગરૂપે ગાંધીનગરથી એઆઇનું ઓબર્ઝવેશન કરવા માટે એક ટીમ આવી હતી. ડમી વાહનચાલકોના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાઈ રહ્યા છે. તેના પરિણામ અંગેનું એનાલિસિસિ કરાયું હતું. એનાલિસિસ પછી રિપોર્ટ તૈયાર કરીને વાહન વ્યવહાર વિભાગના ઓએસડીને આપવામાં આવ્યું છે. વિભાગના કમિશનર દ્વારા ઓએસડીની અધ્યક્ષતામાં તૈયાર કરાયેલા રિપોર્ટ અંગે જે પરિણામ આવ્યાં છે તે અંગે સમીક્ષા કરવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે કે કઈ તારીખથી લોકો માટે બંને આરટીઓમાં એઆઈ આધારિત ટેસ્ટની શરૂઆત કરવી. હાલમાં રાજ્યના મોડાસા આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થનારા લોકોનો રેશિયો માંડ 15થી 20 ટકા જેટલું જોવા મળી રહ્યું છે. ઓબર્ઝવેશનમાં આ પાસાંનું ધ્યાન રખાશે એઆઈ વગર જે ટેસ્ટ લેવાઇ રહ્યા છે તે અને એઆઈ સાથે જે ટેસ્ટ લેવાઇ રહ્યા છે તેના પરિણામમાં કેટલો તફાવત આવે છે એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર વાહન વ્યવહાર વિભાગ દ્વારા બનાવેલ નિયમો પ્રમાણે ટેસ્ટ લેવાઇ રહ્યું છે કે નહી તે ચકાસવામા આવી રહ્યા છે એઆઈના કારણે ટેસ્ટ આપવામા લોકો સાથે નિયમોને નેવે મૂકીને નાપાસ કરવામા આવી રહ્યા છે કે નહી તે અંગે તપાસ થઇ રહી છે સામાન્ય ટેસ્ટ ટ્રેકથી એઆઈના ટેસ્ટ ટ્રેક પર લોકોને ક્યાં-ક્યાં વધુ મુશ્કેલી થઇ રહી છે તે અંગે પણ બારીકાઇથી તપાસ કરવામા આવી રહી છે ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે લોકોને ચાર પ્રકારના ટાસ્ક પૂર્ણ કરવાના હોય છે તેમાં સૌથી વધુ મુશ્કેલી ક્યાં સર્જાઇ રહી છે
    Click here to Read More
    Previous Article
    આયોજન:નિષ્ણાત તબીબો ટેલિમેડિસિનથી નાનાં શહેરોમાં માર્ગદર્શન આપશે
    Next Article
    ગોકળગતિએ ચાલતું કામ:જંબુસરના ડોલીયાથી આમોદના દેણવા વચ્ચેનો પુલ 10 વર્ષે પણ હજીય અધૂરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment