Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની ડ્રીમલેન્ડ સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીને પ્રિન્સિપાલે ઢોર માર માર્યો:વિદ્યાર્થીની વાત સાંભળ્યા વગર જ ગાલ,માથા અને વાંસાના ભાગે માર માર્યાનો દાવો, સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીની કોંગ્રેસ નેતાની માગ

    2 days ago

    રાજકોટમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની વધુ એક ઘટના સામે આવી છે. ત્રંબામાં આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલમાં તોફાન કરતા ધોરણ 10 ના 2 વિદ્યાર્થીને મેનેજિંગ ડિરેક્ટર દ્વારા ગાલ, માથા અને વાંસાના ભાગે લાફા મારી દીધા છે. જે બાદ એક વિદ્યાર્થીને ગાલ પર તેના નિશાન પણ થઈ ગયા છે. આ મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાને ફરિયાદ મળતા તેમણે આ ઘટનામાં મેનેજિંગ ડિરેક્ટર એવા પ્રિન્સિપાલ વિરુદ્ધ ફોજદારી ગૂનો દાખલ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. તોફાનના બહાને મારા દીકરાને ઢોર માર માર્યો ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ત્રંબા નજીક આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલ છે. જેમાં મને વાલીની એવી ફરિયાદ મળી છે કે મારું બાળક શનિવારે કોઈ બે વિદ્યાર્થીઓ તોફાન કરતા હતા અને તોફાનના બહાને આજે સ્કૂલે ભણવા ગયો ત્યારે જે એના ક્લાસ ટીચર છે એ પ્રિન્સિપાલ સાહેબ પાસે લઈ ગયા અને પ્રિન્સિપાલ સાહેબે આ વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. મોઢાના ભાગમાં ગાલમાં, હાથના ભાગમાં અને પાછળ વાંસાના ભાગની અંદર એમને માર માર્યો છે. વિદ્યાર્થીના માતા-પિતા ફરિયાદ કરવા ઇચ્છે તો હું તેમનો સાથ આપીશ વિદ્યાર્થીઓ ઉપર આવી રીતના હિંસક અત્યાચાર એ કદાપિ ચલાવી ન લેવાય. મેં વાલીને આશ્વાસન આપ્યું છે તમે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા ઈચ્છતા હોવ તો વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે હું તમારી પડખે ઊભો રહીશ. વિદ્યાર્થીને ન્યાય અપાવવો એ અમારી ફરજ છે. જેથી તાત્કાલિકપણે આ પ્રિન્સિપાલની વિરુદ્ધમાં શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે અને પોલીસ ડિપાર્ટમેન્ટના કાયદા અનુસાર એની પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. વિદ્યાર્થીના વાલી ઈચ્છતા હશે તો અમે કાયદાકીય રીતના અને લીગલી રીતના જે પણ મદદની જરૂર પડશે, અમે એની પડખે ઊભા રહીશું. હું કોઈ રજૂઆત કરું તે પહેલા જ મારવા લાગ્યા આ મામલે પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ડ્રીમલેન્ડ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારી સાથે ભણતો અર્પણ હાથ ચાલાકી કરતો હતો. જેની ફરિયાદ કરવા માટે અમારા શિક્ષક અભિષેક સર પાસે ગયો તો તે મને અમારા મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ સાંબડ પાસે લઈ ગયા. જે બાદ તેમણે મને અને મારી સાથેના બંને વિદ્યાર્થીઓને સાંભળ્યા પહેલાં જ માર મારવા લાગ્યા. મને ગાલ, માથા અને હાથના ભાગે લાફા મારી દીધા. જેને લીધે મારા ગાલ પર તેના નિશાન પણ છે. આ બાબતે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    કોલંબિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, 20ના મોત:ઘણા લોકો કાટમાળ નીચે દટાયા, સેંકડો ઘાયલ; ઇમારતો ખાલી કરાવવામાં આવી
    Next Article
    ​રૂ.21.26 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત:કમ્પાઉન્ડ વોલ, આર.સી.સી. રોડ, બિટુમીન પેવર રોડ, ડ્રેનેજ અને પાણીની લાઇનનું નેટવર્ક ડેવલપ કરવાના કાર્યોનું પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment