Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:નિષ્ણાત તબીબો ટેલિમેડિસિનથી નાનાં શહેરોમાં માર્ગદર્શન આપશે

    1 week ago

    અમદાવાદમાં 22મી માર્ચે ટેલિમેડિસિન સોસાયટી ઓફ ઇન્ડ્યાના ગુજરાત ચેપ્ટર દ્વારા ‘ટીએસઆઇ ગુજકોન ’26’ નામે રાજ્યસ્તરીય કોન્ફરન્સ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના અટલ કલામ ભવન ખાતે યોજાશે. આ કોન્ફરન્સ ઇસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) સાથે સંકલન કરીને યોજાઈ રહી છે. કાર્યક્રમમાં ઇસરોના વર્તમાન ડિરેક્ટર નિલેશ દેસાઈ તેમજ પૂર્વ ડિરેક્ટર વીરેન્દ્ર કુમાર હાજર રહેશે. સાથે જ ક્રિટિકલ કૅર સ્પેશ્યાલિટ્સ રાજ રાવલ પણ હાજર રહેશે. કોન્ફરન્સમાં ટેલિમેડિસિનના પ્રેક્ટિકલ ઉપયોગ પર ફોકસ કરાશે. ખાસ કરીને અમદાવાદમાં બેઠેલા નિષ્ણાત ડૉક્ટરો હિંમતનગર કે ભરૂચ જેવા વિસ્તારોના ડૉક્ટરોને જીવંત માર્ગદર્શન આપી શકે તે અંગેનું મોડલ રજૂ થશે. આઇસીયુમાં ગંભીર દર્દીઓ માટે વાયટલ્સ મૉનિટરિંગ, જરૂરી ટેસ્ટ, ઑક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર મૅનેજમેન્ટ અંગે તાત્કાલિક માર્ગદર્શન આપવામાં આવશે. આથી સારવારમાં વિલંબ ઘટાડીને દર્દીના જીવ બચાવવાની શક્યતા વધે છે. કાર્યક્રમમાં ટેલિમેડિસિનના અમલીકરણમાં પડકારો અંગે પેનલ ચર્ચા, એડવાન્સ હેલ્થ ટૅક્નોલોજી, વેરેબલ ડિવાઇસીસ અને ડિજિટલ પેથોલોજી પર સેશન યોજાશે. સાથે જ ટેલિહેલ્થ ક્ષેત્રે કાર્યરત સ્ટાર્ટઅપ્સને પ્રેઝન્ટેશન આપવા માટે વિશેષ સેશન પણ રાખવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં અંદાજે 150થી વધુ નિષ્ણાત ડૉક્ટરો જોડાશ, જેમાં જનરલ પ્રેક્ટિશનર્સ, એમડી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થાય છે. ઇસરોના સંકલનથી આ મોડેલ વધુ અસરકારક થશે ક્રિટિકલ કૅર સ્પેશિયાલિસ્ટ ડૉ. વિવેક દવે કહે છે, અમે વર્ષોથી ટેલીમેડિસિન દ્વારા દૂરના વિસ્તારોમાં દર્દીઓને માર્ગદર્શન આપીએ છીએ. કોન્ફરન્સ દ્વારા વધુ ડૉક્ટરોને ટ્રેનિંગ આપવાનો ઉદ્દેશ છે. ઇસરો સાથેના સંકલનથી આ મોડલ વધુ અસરકારક બનશે.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:ટ્રેનોમાં મુસાફરોને અલ્પ્રાઝોલમ દવાથી બેભાન કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો સાગરીત ઝડપાયો
    Next Article
    આયોજન:RTOમાં ડમી ટેસ્ટના વીડિયો ચકાસ્યા પછી AI ટેસ્ટ ટ્રેકની તારીખ નક્કી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment