Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:ટ્રેનોમાં મુસાફરોને અલ્પ્રાઝોલમ દવાથી બેભાન કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો સાગરીત ઝડપાયો

    1 week ago

    અમદાવાદ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેનમાં મુસાફરોને નશીલી દવા ખવડાવી કે કેફી પીણું પીવડાવી લૂંટતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, ખાણીપીણીમાં ‘એલ્પ્રાઝોલમ’ નામની દવા ભેળવી સુવડાવી દેતો હતો. આ ધરપકડથી અમદાવાદ સ્ટેશન ઉપરાંત રાજ્યનાં અન્ય સ્ટેશન સહિત 10 રાજ્યોમાં નોંધાયેલા 25 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પીઆઈ જે. આર. દેસાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપી સતત લોકેશન બદલતો રહેતો હતો. પરંતુ ચોક્કસ બાતમી મળતા પોલીસની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હીના ગોવિંદ મહોલ્લા, હૈદરપુર વિસ્તારમાંથી બિહારના રહેવાસી આરોપી અમિતકુમાર સુખદેવ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના 3 મોબાઈલ, સીમ કાર્ડ અને રોકડ 2 લાખ રૂપિયા મળી આવ્યો છે. એટીએમની ચોરી કર્યા બાદ પૈસા ઉપાડતો : આરોપી મોબાઈલ અને એટીએમ કાર્ડ ચોરી લેતો અને સિમકાર્ડ ચાલુ હોવાથી તે એટીએમ મશીન પર જઈ ‘ફોરગેટ કે ચેન્જ પીન’ના ઓપ્શનની મદદથી ઓટીપી મેળવી નવો પિન બનાવીને રૂપિયા ઉપાડતો હતો. લાંબા અંતરની ટ્રેનોમાં ગેંગ ચોરી કરતી હતી આ ગેંગ અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનોને નિશાન બનાવતી હતી હતી. જેમાં અમદાવાદથી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોને વધુ નિશાન બનાવાયા હતા. આ ઉપરાંત અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં પેસેન્જરોને બેફાન કરીને લૂંટ કરતી હતી.
    Click here to Read More
    Previous Article
    ઝંઝાવાતી પવનનો કહેર:જામનગરમાં મીની વાવાઝોડું-વરસાદ,અનેક હોડિંગ્સ-વૃક્ષો ધરાશાયી‎
    Next Article
    આયોજન:નિષ્ણાત તબીબો ટેલિમેડિસિનથી નાનાં શહેરોમાં માર્ગદર્શન આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment