Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTO ચલણની ફાઈલ મોકલી ઠગાઈ:યુવકે મોપેડનું ચલણ સમજી ફાઈલ ડાઉનલોડ કરતા એકાઉન્ટમાંથી 99 હજાર ઉપડી ગયા, વેજલપુરમાં પોલીસ ફરિયાદ

    2 days ago

    RTOનું ચલણ સમજીને ફાઈલ ડાઉનલોડ કરતા યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 99 હજાર ઉપડી ગયા હતા. યુવકને જાણ થતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. RTO ચલણની ફાઈલ યુવકે ડાઉનલોડ કરી હતી શહેરના વેજલપુરમાં રહેતો યુવક ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. યુવકના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી RTO ચલણની એક ફાઈલ આવી હતી. યુવકે RTOની ફાઈલ સમજીને ડાઉનલોડ કરતા ફાઈલમાં યુવકના મોપેડનું RTO ચલણ હતું. યુવકને એક રૂપિયો ભરવાનું કહેતા યુવકે બેંક દ્વારા એક રૂપિયો ભરાયો નહતો. જેથી યુવકે ફાઈલ અને એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી. OTP આવતા જ બેંક એકાઉન્ટમાંથી 99 હજાર ઉપડી ગયા થોડા સમય બાદ યુવકના ફોનમાં OTP આવ્યા હતા. યુવકે બેંકમાં જઈને તપાસ કરતા યુવકના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા ઉપડી ગયા હતા. ક્રેડિટ કાર્ડમાં પણ 20 હજારનું બિલ આવ્યું હતું. યુવકની જાણ બહાર 99,149 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જે અંગે યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    યાત્રાના આકર્ષણ આયુર્વેદ, જ્યોતિષ અને કર્મકાંડ વિજ્ઞાનના આકર્ષક ટેબ્લો:ભાવનગરમાં ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા" સાથે "સંસ્કૃત સપ્તાહ મહોત્સવ"નો પ્રારંભ, જિલ્લામાંથી 1200 વિદ્યાર્થીઓ અને 100થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા
    Next Article
    સદીઓના સંઘર્ષ બાદ હિન્દુ સભ્યતા બચી પણ વૈશ્વિક ઓળખ બાકી:‘વર્લ્ડ હિંદુ કોંગ્રેસ’ દ્વારા સાત અલગ વર્ટિકલ્સ થકી વૈશ્વિક સ્તરે હિંદુ અસ્તિત્વને મજબૂત કરવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment