Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યાત્રાના આકર્ષણ આયુર્વેદ, જ્યોતિષ અને કર્મકાંડ વિજ્ઞાનના આકર્ષક ટેબ્લો:ભાવનગરમાં ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા" સાથે "સંસ્કૃત સપ્તાહ મહોત્સવ"નો પ્રારંભ, જિલ્લામાંથી 1200 વિદ્યાર્થીઓ અને 100થી વધુ શિક્ષકો ઉત્સાહભેર જોડાયા

    2 days ago

    બી.એન.વિરાણી હાઈસ્કૂલ થી પ્રસ્થાન કરી શામળદાસ કોલેજ સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રાવણી રક્ષાબંધન પર્વ નિમિત્તે આજથી "સંસ્કૃત સપ્તાહ મહોત્સવ"નો મંગલારંભ થયો છે આ પ્રસંગે ભાવનગર જિલ્લા કક્ષાની ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા" યોજાઈ હતી, જેમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે શહેર અને જિલ્લામાં આવેલ જુદી જુદી શાળાના 1200 થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા હતા, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તા.25 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જેમાં સંસ્કૃત આપણી ગૌરવશાળી ભાષા અને સમૃદ્ધ સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવાના પવિત્ર હેતુથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ યાત્રામાં સંસ્કૃત ભાષાની વિવિધ ઝાંખીઓ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરા, વેદ-શાસ્ત્રો, કર્મકાંડ વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન, આયુર્વેદ તથા સંસ્કૃતના જ્ઞાન-વિજ્ઞાન ક્ષેત્રેરહેલા અમૂલ્ય યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું, આચાર્ય યોગેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, આ યાત્રામાં વિવિધ શાળાઓના બાળકો અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આકર્ષક ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં મુખ્યત્વે આયુર્વેદ વિજ્ઞાન અને જ્યોતિષ વિજ્ઞાન આધારિત જીવંત પ્રદર્શનો., કર્મકાંડ વિજ્ઞાન અને સંસ્કૃત સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબ્લો., સંસ્કૃત કક્ષ અને વૈદિક પરંપરાની ઝાંખી કરાવતી કૃતિઓ. જનજાગૃતિનો મુખ્ય હેતુ, આ આયોજન પાછળનો મુખ્ય હેતુ લોકો સંસ્કૃત ભાષા શીખવા માટે પ્રેરિત થાય અને આ પ્રાચીન દેવવાણી વધુમાં વધુ જનમાનસ સુધી પહોંચે તે છે, સંસ્કૃત બોર્ડ દ્વારા આજના દિવસથી લઈને આગામી તા.31 સુધી વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, આ આજની ગૌરવ યાત્રામાં અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અને 100 જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (ભાવનગર), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શાસનાધિકારી સહિતના વિભાગોનો સહયોગ સાંપડ્યો હતો...
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં સંસ્કૃત યાત્રા યોજાઈ, 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા:શ્લોકોચ્ચારથી માર્ગો ગૂંજી ઉઠ્યા, સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવાયું
    Next Article
    RTO ચલણની ફાઈલ મોકલી ઠગાઈ:યુવકે મોપેડનું ચલણ સમજી ફાઈલ ડાઉનલોડ કરતા એકાઉન્ટમાંથી 99 હજાર ઉપડી ગયા, વેજલપુરમાં પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment