Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સદીઓના સંઘર્ષ બાદ હિન્દુ સભ્યતા બચી પણ વૈશ્વિક ઓળખ બાકી:‘વર્લ્ડ હિંદુ કોંગ્રેસ’ દ્વારા સાત અલગ વર્ટિકલ્સ થકી વૈશ્વિક સ્તરે હિંદુ અસ્તિત્વને મજબૂત કરવાનો પ્રયાસ

    2 days ago

    વિશ્વની અસંખ્ય પ્રાચીન સભ્યતાઓ સમયના વહેણમાં લુપ્ત થઈ ગઈ, જ્યારે બીજી તરફ વિતેલા નજીકના 2300 વર્ષના સતત સંઘર્ષ અને આશરે 115 પેઢીઓના બલિદાન બાદ પણ હિંદુ સભ્યતા આજે હજારો વર્ષના ઇતિહાસ સાથે પણ અસ્તિત્વ ધરાવે છે. છતાં, દેશ અને દુનિયાના મંચ પર યોગ્ય ઓળખ અને વિઝિબિલિટીના સંકટથી હિંદુ સમાજ ઝૂઝી રહ્યો છે. માત્ર સાંસ્કૃતિક ઉત્સવો ઉજવવાને બદલે અર્થતંત્ર, શિક્ષણ, મીડિયા અને રાજકારણ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંગઠિત વજન ઊભું કરવું અત્યંત જરૂરી બન્યું છે. તેવા શબ્દો સાથે વિશ્વ હિન્દુ પરિષદના જોઈન્ટ સેક્રેટરી, સંઘના પ્રચારક અને વરિષ્ઠ સન્યાસી સ્વામી વિજ્ઞાનાનંદજીએ આ વિષય પર ભુજમાં બૌધ્ધિકો સાથે સંવાદ કર્યો હતો. ગ્રીક, રોમન, ઇજિપ્ત કે મેસોપોટેમિયા જેવી મહાન સભ્યતાઓ કાળજીર્ણ થઈ ગઈ. અલેક્ઝાન્ડરના સમયથી લઈને અફઘાન, મુગલ અને બ્રિટિશ શાસન સુધીના આશરે 2300 વર્ષના લાંબા સમયગાળામાં અનેક આક્રમણો આવ્યા. આપણા પૂર્વજો જાણતા હતા કે આ સંગ્રામમાં વિજય મુશ્કેલ છે અને બલિદાન આપવું પડશે, છતાં તેમણે આવનારી પેઢીઓ માટે લડાઈ ચાલુ રાખી. એ જ બલિદાનોનું પરિણામ છે કે આજે વિશ્વની કુલ વસ્તીમાં 16 થી 17 ટકા હિંદુઓ છે તેવું જણાવતા આઇ.આઇ.ટી. ખડગપુરના અનુસ્નાતક એવા સ્વામીએ પ્રેઝન્ટેશન રજૂ કરી જણાવ્યું કે, આઝાદી પછીના દાયકાઓમાં યોગ્ય સ્ટ્રેટેજિક દિશાના અભાવે વૈશ્વિક સ્તરે હિંદુ ઓળખનો મોટો સંકટ ઊભો થયો છે. સમાજ અંદરથી તો સંગઠિત છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે વિઝિબિલિટી અને એક્સેપ્ટેબિલિટી મળતી નથી. ઉદાહરણ તરીકે, અમેરિકામાં 1% હિંદુઓ 6% ટેક્સ આપે છે અને હજારો યોગા સ્ટુડિયો કે મંદિરો છે, છતાં એક સર્વે મુજબ માત્ર 3% લોકો જ ‘’હિંદુ’’ શબ્દથી પરિચિત હતા. હિંદુ સમાજે ઇકોનોમી, એજ્યુકેશન, મીડિયા અને પોલિટિક્સ જેવા ચાર મુખ્ય સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં પોતાની પકડ મજબૂત કરવી પડશે. આ હેતુથી ‘’વર્લ્ડ હિંદુ કોંગ્રેસ’’ જેવા વૈશ્વિક મંચો દ્વારા સાત અલગ-અલગ વર્ટિકલ્સ (જેવા કે ઇકોનોમિક ફોરમ, એજ્યુકેશન બોર્ડ, મીડિયા ફોરમ અને ડેમોક્રેટિક ફોરમ) થકી વૈશ્વિક સ્તરે હિંદુ અસ્તિત્વ અને ઓળખને મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આગામી 18 થી 20 ડિસેમ્બર દરમિયાન વૈશ્વિક મહાસંમેલન યોજાશે. મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘’સમાનં વ્રતં સહ ચિત્તમ્’’ના સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં અર્થતંત્ર, શિક્ષણ, મીડિયા, રાજકારણ, મહિલા, યુવા અને સંગઠન જેવા 7 મુખ્ય વિષયો પર સમાંતર પરિસંવાદો યોજાશે. જેમાં ડેલિગેટ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંવાદ બાદ ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વેપારી સંગઠનના હોદ્દેદારો, અગ્રણીઓ સાથે પ્રશ્નોતરી કરવામાં આવી હતી. વૈશ્વિક વ્યાપારિક અવસરો ઊભા કરે છે વર્લ્ડ હિન્દુ ઇકોનોમી ફોરમ વર્લ્ડ હિન્દૂ ઇકોનોમિક ફોરમ (WHEF) દ્વારા સરપ્લસ વેલ્થનું સર્જન કરી તેનો સમાજના વ્યાપક હિતમાં ઉપયોગ કરીને સમૃદ્ધ સમાજના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ ફોરમનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક વ્યાપારિક અવસરો સુધી પહોંચ, સુલભ મૂડીની ઉપલબ્ધતા, આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર અને માનવ સંસાધનોનું આયોજનબદ્ધ સમન્વય કરવાનો છે. ઓકલેન્ડથી અલાસ્કા અને ઓસ્લોથી જોહાન્સબર્ગ સુધી પથરાયેલા હિન્દૂ ઉદ્યોગસાહસિકો વચ્ચે વૈશ્વિક સહયોગ વધારી આર્થિક સમૃદ્ધિ લાવવા કવાયત હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    RTO ચલણની ફાઈલ મોકલી ઠગાઈ:યુવકે મોપેડનું ચલણ સમજી ફાઈલ ડાઉનલોડ કરતા એકાઉન્ટમાંથી 99 હજાર ઉપડી ગયા, વેજલપુરમાં પોલીસ ફરિયાદ
    Next Article
    Amar Ujala Bulletin 26 June: UP में Monsoon Entry करीब, IND vs IRE में Vaibhav Debut पर Suspense!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment