Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર RTO એ 9 સ્કૂલ વાહનોને દંડ કર્યો:વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સઘન ચેકિંગ અભિયાન શરૂ

    6 days ago

    સુરેન્દ્રનગર RTO વિભાગે શાળાએ જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરતા 9 સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરીને ₹42,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO ઇન્સ્પેક્ટર એચ.બી. ગણાત્રા અને એસ.બી. વઘાસીયાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓની હેરફેર કરતી સ્કૂલ વાન અને રિક્ષાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું. કાર્યવાહીનું મુખ્ય કારણ રોડ સેફ્ટીના નિયમોનો અનાદર અને ટ્રાફિકના વિવિધ કાયદાઓનો ભંગ હતો. દંડ વસૂલવાની સાથે જ અધિકારીઓએ વાહનચાલકોને બાળકોની સલામતી બાબતે ગંભીરતા રાખવા અને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. RTO વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બાળકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સ્કૂલ વાહનો માટે નીચેની 7 બાબતો ફરજિયાત છે: 1. વેલિડ પરમિટ (સ્કૂલ વાન તરીકેની ઓફિશિયલ પરમિટ) 2. ફિટનેસ પ્રમાણપત્ર (વાહન સંપૂર્ણ સુરક્ષિત હોવું જોઈએ) 3. વેલિડ ઇન્સ્યોરન્સ (વીમો) 4. CCTV કેમેરા 5. ફાયર સેફ્ટી સાધનો (આગ ઓલવવા માટેના સિલિન્ડર) 6. ફર્સ્ટ એઇડ કીટ (પ્રાથમિક સારવારની પેટી) 7. સ્પીડ ગવર્નર (ગતિ મર્યાદા નિયંત્રિત રાખવા માટે) RTO તંત્ર આગામી દિવસોમાં વધુ કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. આ ચેકિંગ ઝુંબેશ માત્ર શહેરમાં જ નહીં, પરંતુ આગામી આખો મહિનો જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ-અલગ ટીમો બનાવીને હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વાલીઓ અને સ્કૂલ સંચાલકો નિયમો પ્રત્યે જાગૃત બને તે માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વાહનચાલક ઓફિશિયલ પરમિટ વગર બાળકોની હેરફેર કરતો પકડાશે, તો તેની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. RTO વિભાગે તમામ વાહનચાલકો, વાલીઓ અને સ્કૂલ વહીવટી તંત્રને અપીલ કરી છે કે, "નિયમોનું પાલન કરો, બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવો. બાળકોની સુરક્ષા એ જ સુદ્રઢ સમાજની ઓળખ છે." આ બાબતે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના ખાંભલીયાના કૂવામાં ખાબકેલી સિંહણનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન:શિકારને દબોચવા પાછળ પડેલી સિંહણ 50 ફૂટ ઊંડા કૂવામાં ફસાઈ, કૂતરું નજીક છતાં હુમલો ન કર્યો
    Next Article
    જામનગરમાં વિશ્વ રક્તદાન દિવસે મેગા કેમ્પ:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બે દિવસીય રક્તદાન શિબિરનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment