Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગરિકો,પોલીસ પરિવારના વાહનો સામે કાર્યવાહી:ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસના જ 50 વાહન લોક

    15 hours ago

    શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા નાગરિકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે ત્યારે પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો પણ તેનાથી બાકાત ન રહેવા જોઇએ તેવા ખ્યાલ સાથે એસપીની સૂચનાથી ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક નિયમોના પાલન માટે એક વિશેષ અને કડક ડ્રાઇવ (તપાસ ઝુંબેશ) યોજવામાં આવી હતી. બહારના જાહેર માર્ગોના બદલે ખાસ કરીને પોલીસ હેડક્વાર્ટરની અંદર જ પાર્ક કરેલા અને આવતા-જતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન નિયમોનો ભંગ કરતી અંદાજે 50 જેટલી ગાડીઓને સ્થળ પર જ લોક મારી દેવામાં આવ્યા હતા. આ તપાસ ઝુંબેશનો મુખ્ય હેતુ એ હતો કે પોલીસ પરિસરમાં જ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે પગલાં લેવામાં આવે. ખાસ કરીને કારના કાચ પર બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાડી હોય, ગેરકાયદેસર ફેન્સી નંબર પ્લેટ હોય કે પછી હોદ્દા કે લખાણ અંગેના નિયમોનો ભંગ થતો હોય તેવા વાહનોને શોધી શોધીને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટ્રાફિક શાખા દ્વારા મોટર વાહન અધિનિયમના અલગ-અલગ ધારાધોરણો મુજબ સ્થળ પર જ દંડના મેમો ફાળવીને વસૂલાત કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટરની અંદર જ કરવામાં આવેલી આ કાર્યવાહીથી કાયદાનું પાલન ન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ:ડુમસની લક્ઝરી 'રાજહંસ બેલિઝા' બિલ્ડિંગમાંથી છ કાપડ વેપારીની ધરપકડ; 16 બોટલ જપ્ત
    Next Article
    India vs Sri Lanka LIVE Score, 1st Test Day 3: Sri Lanka Left Shocked On 2nd Ball, Old Nemesis Strikes

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment