Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ-ગીરમાં આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલશે સિંહ દર્શન:16 ઓક્ટોબરના બદલે 9 ઓક્ટોબરથી જ જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય, ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ

    11 hours ago

    ગીર જંગલમાં સિંહ દર્શનની આતુરતાથી રાહ જોઈ રહેલા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. સાસણ-ગીરમાં ચોમાસાના વિરામ બાદ આવતીકાલે, 9 ઓક્ટોબરથી ગીર જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવશે. સામાન્ય રીતે 16 ઓક્ટોબરથી શરૂ થતી જંગલ સફારી આ વર્ષે એક સપ્તાહ વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીરના ગાઢ જંગલમાં વિહરતા સાવજોને નિહાળવા માટે પ્રવાસીઓ હવે ફરીથી ગીર સફારીનો આનંદ માણી શકશે. 267 ચોરસ કિલોમીટરનો ટુરિઝમ ઝોન પ્રવાસીઓ માટે ખુલશે ગીરના આરક્ષિત જંગલ વિસ્તારમાં આવેલા આશરે 267 ચોરસ કિલોમીટરના ગાઢ જંગલને સેન્ચુરી અભયારણ્યના ટુરિઝમ ઝોન તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. ગુજરાતના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનના દિશાનિર્દેશ અનુસાર 16 ઓક્ટોબરથી શરૂ થનારી ગીર જંગલ સફારીને એક સપ્તાહ વહેલી એટલે કે 9 ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ચોમાસાના વિરામ બાદ ફરીથી જંગલમાં સફારી શરૂ થતાં પ્રવાસીઓને સિંહ સહિત ગીરની વન્યજીવ સૃષ્ટિ નિહાળવાની તક મળશે. ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ સિંહ દર્શન માટે પ્રવાસીઓનું ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ-ગીર માટે પરમિટ બુક કરાવી શકશે. પરમિટ માટે ગીર સફારીની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ કરી શકાશે. વન વિભાગે પ્રવાસીઓને સત્તાવાર વેબસાઇટ પરથી જ બુકિંગ કરવા અપીલ કરી સાસણ વન્યપ્રાણી વિભાગના DCF અગ્નેશ્વરકુમાર વ્યાસે જણાવ્યું હતું કે પ્રવાસીઓએ વન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://girlion.gujarat.gov.in/ પરથી જ સફારીની પરમિટ બુક કરાવવી. અગાઉ 3 ઓક્ટોબરથી સફારી શરૂ કરવા અંગે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને હોટલ એસોસિએશન સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, વહીવટી કારણોસર સફારી શરૂ કરવામાં છ દિવસનો વિલંબ થયો હતો. ચોમાસા બાદ પ્રવાસીઓને આવકારવા તંત્ર સજ્જ હવે 9 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવામાં આવી રહી છે. સાસણ વન્યપ્રાણી વિભાગ દ્વારા ચોમાસાના વેકેશન બાદ ગીરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને આવકારવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. સફારી શરૂ થતાં આગામી દિવસોમાં સાસણ-ગીરમાં પ્રવાસીઓની અવરજવર વધવાની સાથે સ્થાનિક પ્રવાસન વ્યવસાયને પણ વેગ મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ-પ્રિયંકાએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ અર્પી:પોલીસે એક કલાક બાદ અંદર જવાની મંજૂરી આપી, CEC જ્ઞાનેશ વિરુદ્ધ સતત ત્રીજા દિવસે પ્રદર્શન
    Next Article
    રીવાબાએ જબરો ઈશારો કર્યો, VIDEO:સરકારે હાંકી કાઢતા IASનું BP વધી ગયું; બોડી બિલ્ડર પોલીસ અધિકારી કોની નજરે ચડ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment