Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં વિશ્વ રક્તદાન દિવસે મેગા કેમ્પ:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બે દિવસીય રક્તદાન શિબિરનું આયોજન

    6 days ago

    જામનગરમાં વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર દ્વારા બે દિવસીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ રવિવાર, ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ જામનગરના તળાવની પાળે આવેલા સુપ્રસિદ્ધ બાલાહનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગરના હોદ્દેદારો જગતભાઈ રાવલ, જયેશભાઈ ગોપીયાણી, હીનાબેન પુંજાણી, એ.ડી. જાડેજા સહિત જાયન્ટ્સ ગ્રુપની વિવિધ શાખાઓના સભ્યો, પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનાર તમામ લોકોને સંસ્થાના સભ્યોના હસ્તે સર્ટિફિકેટ અને ગિફ્ટ હેમ્પર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર RTO એ 9 સ્કૂલ વાહનોને દંડ કર્યો:વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સઘન ચેકિંગ અભિયાન શરૂ
    Next Article
    5 વર્ષના પુત્રની નજર સામે જ પિતા મહીસાગર નદીમાં ડૂબ્યા:24 કલાક બાદ 2 કિમી દૂરથી મૃતદેહ મળ્યો, હાથિયા ધરાએ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment