Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 વર્ષના પુત્રની નજર સામે જ પિતા મહીસાગર નદીમાં ડૂબ્યા:24 કલાક બાદ 2 કિમી દૂરથી મૃતદેહ મળ્યો, હાથિયા ધરાએ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ લીધા

    6 days ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારે નાહવા ગયેલો 40 વર્ષીય યુવક નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. 24 કલાક બાદ 2 કિમી દૂરથી આજે બીજા દિવસે સોમવારે યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. બે દિવસની સતત કામગીરી બાદ વડોદરા ERC ફાયર બ્રિગેડની ટીમે આજે નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો. 5 વર્ષના પુત્ર અને બે સાળા સાથે યુવક નાહવા ગયો અસહ્ય ગરમી અને રવિવારની રજાને કારણે લાંછનપુરા ખાતે આવેલી મહીસાગર નદીમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન મૂળ રાજસ્થાનના ઝાલોરના રહેવાસી અને હાલ પરિવાર સાથે આણંદના સરદારગંજ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ જબરારામ સરગરો પોતાના 5 વર્ષના પુત્ર તથા 2 સાળા સાથે નદીમાં નાહવા માટે ગયા હતા. નદીમાં નાહતી વખતે મુકેશ અચાનક ઊંડા પાણીમાં જતાં પ્રવાહમાં તણાઈ ગયો હતો. યુવકને શોધવા ફાયર બ્રિગડનું બે દિવસથી સર્ચ ઓપરેશન ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યારે સ્થાનિક તરવૈયાઓએ પણ યુવકની શોધખોળ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ વડોદરા ERC ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. આખરે મૃતદેહ મળતા નદીમાંથી બહાર કાઢાયો આખરે આજે બીજા દિવસે સોમવારે મહીસાગર નદીમાંથી મુકેશ સરગરોનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સાવલી સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકના પિતા પણ મૃત્યુ પામેલા છે અને તે માતા પત્ની અને પુત્ર સાથે આણંદમાં રહેતો હતો. હાથિયો ધરોમાં અત્યાર સુધીમાં 300 લોકોએ જીવ ગુમાવ્યો ઉલ્લેખનીય છે કે, વડોદરા નજીક સાવલી પાસે આવેલા લાંછનપુરા ગામની મહીસાગર નદીમાં લાંછનરૂપ હાથિયો ધરો આવેલો છે, જેમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા પિકનિક સ્પોટ બની ગઈ છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે યુવાનોને આકર્ષે છે. આ જગ્યા પર નાહવા માટે પ્રતિબંધ છતા યુવકો આવે છે અહીં આવતા લોકો આનંદ માણવા માટે દૂર દૂરથી આવે છે, પરંતુ તેમના માટે મોત સમાન બની જાય છે આ હાથિયો ધરો. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર નાહવા માટેનો પ્રતિબંધ હોવાની જાહેર સૂચન લખી હોવા છતાં પણ યુવાનો અહી નાહવા માટે અચૂક પડે છે અને ડૂબી જવાને કારણે મોતને ભેટે છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીના પટમાં એક ગોઝારો હાથિયો ધરોના નામથી ઓળખાતો ધરો આવેલો છે. આ હાથિયો ધરો જાણે લોકોના જીવ લેવા માટે જ બની ગયો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વિશ્વ રક્તદાન દિવસે મેગા કેમ્પ:જાયન્ટ્સ ગ્રુપ દ્વારા બે દિવસીય રક્તદાન શિબિરનું આયોજન
    Next Article
    ચોટીલામાં ગેરકાયદેસર પવનપુત્ર હોટલનું બાંધકામ દૂર કરાયું:7082 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, કેમિકલ-ડીઝલ ચોરીના ગુના હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment