Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગેરકાયદેસર પવનપુત્ર હોટલનું બાંધકામ દૂર કરાયું:7082 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, કેમિકલ-ડીઝલ ચોરીના ગુના હતા

    6 days ago

    ચોટીલા તાલુકાના નાની મોલડી ગામમાં આવેલી પવનપુત્ર હોટલનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. આશરે 7082 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. હોટલ સંચાલક સામે ડીઝલ અને કેમિકલ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયા હતા. ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી આ હોટલ (સર્વે નંબર-113) હોટલના ઉપયોગ માટે બિનખેતી થયેલી હતી. તેના સંચાલક ભુપતભાઈ બાવકુભાઈ પટગીર (રહે. નાની મોલડી) છે. અગાઉ ભુપતભાઈ પટગીર અને તેમના મળતીયાઓ સામે ડીઝલ/કેમિકલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા. ચોટીલા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379, 411, 285, 286, 120(બી), 407 તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3, 7 હેઠળ ગુનો દાખલ થયો હતો, જે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં ભુપતભાઈ પટગીરે ફરીથી કેમિકલ ચોરીનો ગંભીર ગુનો આચર્યો હતો. આ અંગે 10 જૂન, 2026ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2), 316(3), 317(1)(2), 61(2)(એ), 53, 112(2) મુજબ ગુનો નોંધાયો છે. પવનપુત્ર હોટલનું 2013માં ફૂડ લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું હતું. આ જમીન હોટલના ઉપયોગ માટે બિનખેતી થયેલી હોવા છતાં, હોટલના બાંધકામ માટે કોઈ મંજૂરીના આધાર-પુરાવા મળ્યા ન હતા. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ઉપરાંત, PGVCLની ટીમે હોટલ ખાતે ગેરકાયદેસર વીજ ચોરીના બે અલગ-અલગ ગુના દાખલ કર્યા હતા. કુલ 80,000 રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત, નાની મોલડી ગામ સર્વે નંબર-113 પર આવેલી આશરે 7082 ચોરસ મીટર જમીન પરનું બાંધકામ દૂર કરીને જમીનને ખુલ્લી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષના પુત્રની નજર સામે જ પિતા મહીસાગર નદીમાં ડૂબ્યા:24 કલાક બાદ 2 કિમી દૂરથી મૃતદેહ મળ્યો, હાથિયા ધરાએ અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના જીવ લીધા
    Next Article
    બરાનપુરામાં દબાણો ઉપર પાલિકાનું જેસીબી ફર્યું:વોર્ડ નં.13 અને 14માં ગેરકાયદે પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment