Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરાનપુરામાં દબાણો ઉપર પાલિકાનું જેસીબી ફર્યું:વોર્ડ નં.13 અને 14માં ગેરકાયદે પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પડાયા

    6 days ago

    વડોદરા શહેરના મધ્યમાં આવેલા અને સતત ટ્રાફિકથી ધમધમતા બરાનપુરા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે એક મોટી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બરાનપુરા ત્રણ રસ્તાના ચોકથી ચોખંડી તરફ જતા માર્ગ પર આવેલા વોર્ડ નંબર 13 અને 14ના રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી હતી. પાંચ પાકા ઓટલા અને ત્રણ મોટા શેડ તોડી પડાયા પાલિકાની દબાણ શાખાની ટીમે સ્થાનિક રહિશો અને દુકાનદારો દ્વારા જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે બનાવી દેવાયેલા પાંચ પાકા ઓટલા અને ત્રણ મોટા શેડ પર બુલડોઝર ફેરવી દઈને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરાવ્યો હતો. આ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા ઓચંતી શરૂ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. દબાણ વિરોધી કામગીરી શરૂ થતાં જ આસપાસના સ્થાનિક વેપારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. કેટલાક તત્વોએ પાલિકાની આ કડક કાર્યવાહીનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર હાજર પોલીસ કાફલાએ તુરંત જ મામલો થાળે પાડ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવીને તેમજ કડક વલણ દાખવીને ત્યાંથી ખદેડી મૂક્યા હતા. એક ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો આ દબાણ હટાવો ઝુંબેશને કારણે બરાનપુરા અને ચોખંડી વચ્ચેના મુખ્ય માર્ગ પર વાહન-વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. બુલડોઝરની કામગીરી અને લોકોના ટોળાને લીધે થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગેરકાયદે ઓટલા અને શેડ તોડી પાડવાની સાથે રસ્તા પર અડચણરૂપ બનેલો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે એક આખી ટ્રક ભરાય તેટલો સામાન કબજે કરીને પાલિકાની કસ્ટડીમાં જમા લેવાયો હતો. મ્યુનિ. કમિશનરને દબાણ દેખાયા, અધિકારીઓને ન દેખાયા અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આ વિસ્તારમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગયા હતા. તેઓએ ત્યાં જોતા આ દબાણો હોવાનું જણાયું હતું અને અધિકારીઓને તાત્કાલિક દબાણો દૂર કરવા આદેશ કર્યા હતા. ત્યારે એવા સવાલો ઊભા થયા છે કે જો કમિશનરને આ દબાણો દેખાયા તો અધિકારીઓને આ દબાણ કેમ દેખાતા નથી? શું અધિકારીઓની પણ મિલીભગત તો નથી ને તેવા પણ સવાલ ઊભા થયા છે. પાલિકા તંત્રે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા નિવારવા માટે આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ગેરકાયદેસર પવનપુત્ર હોટલનું બાંધકામ દૂર કરાયું:7082 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ, કેમિકલ-ડીઝલ ચોરીના ગુના હતા
    Next Article
    G7 Summit 2026: How India Is Emerging As Key Global And Strategic Power

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment