Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈમેલ મળતા પોલીસની બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ, અગાઉ ભુજની કોર્ટને પણ ધમકી મળી હતી

    13 hours ago

    કચ્છના મુખ્ય શહેર ભુજમાં આવેલી આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ મળતા જ કચેરીમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ધમકીભર્યો ઈમેલ આજે સવારે પશ્ચિમ કચ્છની મુખ્ય આરટીઓ કચેરીને મળ્યો હતો. ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર આરટીઓ કચેરીને ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકી મળ્યાની જાણ થતા જ પશ્ચિમ કચ્છ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમો દ્વારા આરટીઓ કચેરી પરિસરમાં સઘન ચેકિંગ અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા 5 માર્ચના રોજ ભુજની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેના પગલે પણ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર:મનપામાં 10,000 નોકરી, ટેક્સમાં 50 % રાહત અને સામાજિક ન્યાયનું જનતાને કમિટમેન્ટ્સ
    Next Article
    પોરબંદરમાં રખડતાં ઢોરના કારણે રિક્ષા પલટતાં 7 વર્ષીય બાળકનું મોત:ખાપટ-કોલીખડા રોડ પર રિક્ષાને અકસ્માત નડ્યો, ધોરણ-1ના વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઉડી ગયું, અન્ય એક ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment