Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહંત સ્વામી મહારાજની 93મી જન્મ જયંતી ઉજવાઈ:નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં હજારો હરિભક્તોએ ગુરુ ભક્તિ અર્પણ કરી

    11 hours ago

    નવસારીના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મ જયંતી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ. હજારો હરિભક્તોએ ગુરુ ભક્તિ અર્પણ કરી. 93 વર્ષે પણ મહંત સ્વામી મહારાજ દેશ-વિદેશમાં વિચરણ કરી હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે. તેમણે ગામડાઓથી આદિવાસી વિસ્તારો સુધી યાત્રા કરી છે. તેમણે અબુધાબી, અમેરિકાના રોબિન્સવિલે અને ફ્રાન્સના પેરિસમાં ભવ્ય BAPS મંદિરોનું લોકાર્પણ કર્યું છે. મંદિરો સાથે તેઓ શિક્ષણ, આરોગ્ય અને જનસેવા માટે પણ પ્રયત્નશીલ છે. નવસારીમાં BAPS વિદ્યામંદિર અને ડાંગના રંભાસ ગામે આદિવાસી શાળા આપી છે. ગામડાઓમાં મોબાઈલ દવાખાના પણ ચાલે છે. ઉત્સવમાં હરિભક્તોએ મહંત સ્વામી મહારાજની મૂર્તિને પુષ્પ અર્પણ કર્યા. સંતો, ભક્તો, બાળકો અને યુવાનોએ નૃત્ય-ગુણગાન રજૂ કર્યા. નાના ભૂલકાઓએ બાળ કથા કહી. અંતે, હજારો હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજને દીપ આરતી અને પુષ્પાંજલિ અર્પણ કરી. સૌએ મહાપ્રસાદ લીધો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર RTO કચેરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું:અધિકારીઓ-કર્મચારીઓએ બિલ્ડિંગ, ટેસ્ટ ટ્રેક અને મેદાનમાં સફાઈ કરી, ડસ્ટબિન મુકાયા
    Next Article
    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં Ph.D. Course Work શરૂ:દેશભરમાંથી 31 સંશોધક વિદ્યાર્થી જોડાયા, UGC નિયમો મુજબ 16 ઓક્ટોબર સુધી ચાલશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment