Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં Ph.D. Course Work શરૂ:દેશભરમાંથી 31 સંશોધક વિદ્યાર્થી જોડાયા, UGC નિયમો મુજબ 16 ઓક્ટોબર સુધી ચાલશે

    12 hours ago

    શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં UGCના નિયમો મુજબ Ph.D. Course Work–2026નો પ્રારંભ થયો છે. આ અભ્યાસક્રમ 5 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી કુલ 31 સંશોધક વિદ્યાર્થીઓ જોડાયા છે. યુનિવર્સિટીના પાતંજલ યોગભવન સ્થિત જ્યોતિષ્મતી સભાગારમાં સવારે 10:30 કલાકે ઉદ્ઘાટન સત્ર યોજાયું હતું. દીપ પ્રાગટ્ય બાદ સંશોધક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પીએચ.ડી. રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાના યુનિવર્સિટી લાયબ્રેરીયન પ્રો. મયંક ત્રિવેદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંશોધન ક્ષેત્રે જરૂરી અભ્યાસ, પદ્ધતિ અને જ્ઞાનના વિસ્તરણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદ કુમાર ઝાએ અધ્યક્ષીય ઉદ્બોધન કર્યું. પ્રભારી શોધનિયામક ડૉ. ડી.એમ. મોકરીયાએ સ્વાગત પ્રવચન આપ્યું. સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યાએ આભારવિધિ કરી હતી. આ Course Workનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમના ભાવિ સંશોધનકાર્ય માટે જરૂરી શૈક્ષણિક અને પદ્ધતિસરનું માર્ગદર્શન આપવાનો છે, જેથી સંશોધન કાર્ય વધુ વૈજ્ઞાનિક અને શિસ્તબદ્ધ બને.
    Click here to Read More
    Previous Article
    મહંત સ્વામી મહારાજની 93મી જન્મ જયંતી ઉજવાઈ:નવસારીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં હજારો હરિભક્તોએ ગુરુ ભક્તિ અર્પણ કરી
    Next Article
    Actor Koel Mallick Files Rajya Sabha Nomination Hours After Joining BJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment