Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ 5 માંગણીઓ માટે આંદોલનનું એલાન કર્યું:નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપી પડતર માંગણીઓ રજૂ કરી

    10 hours ago

    મહીસાગરમાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ પાંચ પડતર માંગણીઓ માટે આંદોલનનું એલાન કર્યું છે. આજે તેમણે નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું. વનરક્ષકોના સેવા, આર્થિક, વહીવટી અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી. તેમની મુખ્ય પાંચ માંગણીઓ છે: સુરક્ષા ભથ્થું; રજાના દિવસે ફરજનું પૂરું વળતર (બેઝિક-ડીએ ધોરણે); વનરક્ષક પગાર વિસંગતતા દૂર કરવા સમિતિ; વનપાલ ભરતી બંધ કરી નવી જગ્યાઓ ઉભી કરવી; અને બદલીના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ. કર્મચારી મંડળે તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કર્યો છે: કાળી પટ્ટી ધારણ કરવી, પેન ડાઉન, સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી બહાર નીકળી ઓનલાઇન કામગીરી (રેસ્ક્યુ સિવાય) બંધ કરવી, માસ સી.એલ. અને અનિશ્ચિતકાળની હડતાળ. આવેદનપત્રની નકલ ઉચ્ચ વન અધિકારીઓને મોકલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    'પોલીસ પૂછે તો કહેજે મરજીથી આવી છું...':ધમકી આપી સગીરાનું શારીરિક શોષણ કરનાર કામરેજનો યુવક પોલીસ સકંજામાં
    Next Article
    હિંમતનગર RTO કચેરીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું:અધિકારીઓ-કર્મચારીઓએ બિલ્ડિંગ, ટેસ્ટ ટ્રેક અને મેદાનમાં સફાઈ કરી, ડસ્ટબિન મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment