Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોલીસ પૂછે તો કહેજે મરજીથી આવી છું...':ધમકી આપી સગીરાનું શારીરિક શોષણ કરનાર કામરેજનો યુવક પોલીસ સકંજામાં

    11 hours ago

    સુરત શહેરમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેમનું શારીરિક શોષણ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સિંગણપોર-ડભોલી પોલીસ મથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો વધુ એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કરાવ્યા બાદ ઓયો હોટલ સહિત અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિંગણપોર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કરાવ્યો મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના રામણકા ગામનો વતની અને હાલ કામરેજના વેલંજા સ્થિત રામવાટીકા સોસાયટીમાં રહેતા પ્રિન્સ અરવિંદભાઈ કાકડીયા નામના યુવકે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે સગીરા સાથે મૈત્રી કરાર કરાવ્યો હતો. હોટલમાં લઈ જઈ શોષણ કર્યું ફરિયાદી જ્યારે માત્ર 16 વર્ષ અને 9 માસની સગીર વયની હતી ત્યારે આરોપી તેને શિવાલીક ખાતે આવેલી ઓયો હોટલમાં અવારનવાર લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું. આ સિલસિલો ફેબ્રુઆરી 2024થી શરૂ થયો હતો. ભાવનગર લઈ જઈ ધમકી આપી તરફેણમાં નિવેદન અપાવ્યું આટલેથી ન અટકતાં આરોપી સગીરાને ભાવનગર ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાને એવી ધમકી આપી હતી કે જો પોલીસ પૂછપરછ માટે આવે તો ‘હું મારી મરજીથી આવી છું’ તેવું જ નિવેદન આપવું. આ રીતે ધમકાવીને તેણે પોલીસ સમક્ષ પોતાના તરફી નિવેદન લખાવી લીધું હતું. ત્યારબાદ ભાવનગર ખાતે લગ્નની લાલચ આપી સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર દ્વારા અંતે હિંમત દાખવી સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી પ્રિન્સ કાકડીયા વિરુદ્ધ BNSની કલમ 64(2)(એમ) તેમજ POCSO એક્ટની કલમ 3(એ), 4, 5(એલ) અને 6 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ. આર. ગોહીલ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં ભારે હોબાળો:7 કરોડના ટેન્ડર કૌભાંડનો પર્દાફાશ, પ્રમુખની ગેરહાજરી મુદ્દે મારામારી જેવી સ્થિતિ, ચેરમેનના રાજીનામાની માગ
    Next Article
    મહીસાગરમાં વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ 5 માંગણીઓ માટે આંદોલનનું એલાન કર્યું:નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપી પડતર માંગણીઓ રજૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment