Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં ભારે હોબાળો:7 કરોડના ટેન્ડર કૌભાંડનો પર્દાફાશ, પ્રમુખની ગેરહાજરી મુદ્દે મારામારી જેવી સ્થિતિ, ચેરમેનના રાજીનામાની માગ

    12 hours ago

    સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) આ વખતે ભારે તોફાની સાબિત થઈ હતી. સભાની શરૂઆતથી જ વિપક્ષી સભ્યોએ આક્રમક વલણ અપનાવી વર્તમાન વહીવટ સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો કરીને સત્તાધારી પેનલને ચારેતરફથી ઘેરી લીધી હતી. આશરે ₹7 કરોડના વિકાસ કાર્યોમાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાયપાસ કરી મનસ્વી રીતે એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાના ખુલાસા બાદ માહોલ ગરમાયો હતો. ટેન્ડરિંગ પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ, ચેરમેનનું રાજીનામું મંગાશે વિપક્ષી સભ્યોએ સભામાં દસ્તાવેજી પુરાવા સાથે આક્ષેપ કર્યો હતો કે એસોસિએશનમાં અંદાજે ₹7 કરોડના વિકાસ કામો કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વગર જ વહેંચી દેવાયા છે. એટલું જ નહીં, માનિતા કોન્ટ્રાક્ટરોને મનફાવે તેમ એક્સટેન્શન આપી નાણાંની લહાણી કરાઈ છે. આ મામલે ઘેરાયેલા સત્તાધારી પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હોવાનો દાવો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. વિપક્ષે જાહેરાત કરી છે કે ટેન્ડર પ્રક્રિયામાં થયેલા આ મોટા ભ્રષ્ટાચારને લઈને તેઓ આગામી દિવસોમાં ટેન્ડર કમિટીના ચેરમેન પાસે નૈતિકતાના ધોરણે રાજીનામું માગશે. પ્રમુખની બે વર્ષની ગેરહાજરી પૂછતાં મારામારી જેવી સ્થિતિ સામાન્ય સભા દરમિયાન વિપક્ષી સભ્ય રોહન દેસાઈએ છેલ્લા બે વર્ષથી પ્રમુખ સભામાં ગેરહાજર રહેતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સવાલ પૂછાતાં જ મામલો બિચક્યો હતો. પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે તીખી તકરાર થઈ હતી અને જોતજોતામાં બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. સભાખંડમાં અચાનક અફરાતફરી મચી જતાં અન્ય સભ્યોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવો પડ્યો હતો. સત્તાધારી પેનલમાં ભંગાણ, હોદ્દેદારોના નામ જ ગાયબ SDCAના સત્તાધારી જૂથમાં ચાલતો આંતરિક જૂથવાદ પણ સભામાં ખુલ્લો પડી ગયો હતો. સંસ્થાના વાર્ષિક અહેવાલમાં હોદ્દેદારોના નામ જ ગાયબ હોવાનો મુદ્દો સામે આવતાં જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારોએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. પોતાના જ સાથીઓ સામે પડતાં સત્તાધારી પેનલ બેકફૂટ પર આવી ગઈ હતી અને આંતરિક ખેંચતાણ ચર્ચાનો વિષય બની હતી. ચેરિટી કમિશનરમાં રજિસ્ટ્રેશનની માગ નિયમોને નેવે મૂકીને લાગતાવળગતાઓ અને માનિતાઓને ગેરકાયદે રીતે ઓનરરી સભ્યપદ વહેંચવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સભ્યોની સત્તાવાર યાદી જાહેર કરવાની માગણી વિપક્ષે બુલંદ કરી હતી. આ ઉપરાંત, SDCAના 6 હજારથી વધુ સભ્યોના હિત અને સંસ્થામાં પારદર્શિતા જળવાય તે માટે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચેરિટી કમિશનર કચેરીમાં એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરાવવા માટે બંધારણીય માગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ ત્રણ ડૉક્ટરોને કાનૂની નોટિસ મોકલી:મેડિકલ રેકોર્ડ જાહેર થવા પર પૂછ્યું- દસ્તાવેજો સુવેન્દુ અધિકારી સુધી કેવી રીતે પહોંચ્યા
    Next Article
    'પોલીસ પૂછે તો કહેજે મરજીથી આવી છું...':ધમકી આપી સગીરાનું શારીરિક શોષણ કરનાર કામરેજનો યુવક પોલીસ સકંજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment