Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ RTOએ ઓગસ્ટમાં રૂ.63.34 લાખનો દંડ ફટકાર્યો:અકસ્માત માટે જવાબદાર ઓવરલોડ વાહનોના 193, ગેરકાયદેસર LED લાઈટના 529 મળી 2017 કેસ કરાયા

    11 hours ago

    રાજકોટ RTO કચેરી દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગત ઓગસ્ટ માસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2017 જેટલા કેસો કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા વાહનચાલકો પાસેથી દંડ અને ટેક્ષ પેટે કુલ ₹63,34,808ની મોટી રકમની વસૂલાત કરવામાં આવી હતી. જેનાથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઓવર ડાઈમેન્શન ધરાવતા 123 કેસોમાં ₹6.89 લાખની વસૂલાત RTO તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સૌથી વધુ દંડની રકમ ઓવરલોડ વાહનો પાસેથી વસૂલવામાં આવી હતી. ઓવરલોડ વાહનોના 193 કેસોમાં રૂ.24,07,000નો દંડ કરાયો હતો, જ્યારે ઓવર ડાઈમેન્શન ધરાવતા 123 કેસોમાં રૂ.6,89,000ની વસૂલાત થઈ હતી. આ ઉપરાંત અકસ્માત માટે કારણભૂત વ્હાઈટ લાઈટ LED હેડલાઈટ લગાવવા બદલ 529 કેસો નોંધી રૂ.5,29,000નો દંડ વસૂલાયો હતો. આ સાથે જ રિફ્લેક્ટર કે રેડિયમ પટ્ટી વગરના 249 વાહનો સામે કાર્યવાહી કરી રૂ.2.49 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશન હેઠળ 42 કેસોમાં રૂ.4.20 લાખની વસૂલાત ટેક્ષ બાકી હોય તેવા 17 કિસ્સામાં રૂ.1,91,808 અને ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશન હેઠળ 42 કેસોમાં રૂ.4.20 લાખની વસૂલાત થઈ હતી. ખાનગી વાહનોનો ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ, પરમિટ કે વે બિલ ભર્યા વિના માલસામાનની હેરાફેરી અને બોગસ દસ્તાવેજો દ્વારા વાહન રજીસ્ટ્રેશન જેવા કિસ્સાઓમાં ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશન હેઠળ કાર્યવાહી થતી હોય છે. ડ્રાઈવિંગ લાઇસન્સ વગરના 185 ચાલકોને ₹5.55 લાખનો દંડ જિલ્લામાં માર્ગ અકસ્માતો અટકાવવા અંગે તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટ માસમાં ડ્રાઈવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા 185 ચાલકો સામે રૂ.5.55 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ સિવાય ફ્ટિનેસ પ્રમાણપત્ર વિના દોડતા 161 વાહનો પાસેથી રૂ.8.05 લાખ, પી.યુ.સી. (PUC) વિનાના 237 કેસોમાં રૂ.1,18,500 અને થર્ડ પાર્ટી વીમા વિનાના 128 વાહનો પાસેથી રૂ.2.56 લાખની વસૂલાત કરાઈ છે. RUPD-SUPD ચેકિંગના 61 કેસમાં રૂ.61 હજાર વસૂલાત આ ઉપરાંત ભયજનક રીતે વાહન ચલાવવાના 3 કેસમાં 9 હજાર, સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગના 7 કેસમાં રૂ.3,500 તેમજ RUPD-SUPD ચેકિંગના 61 કેસમાં રૂ.61 હજાર વસૂલવામાં આવ્યા હતા. એટલે કે ભારે વાહનો દ્વારા સેફ્ટી ગાર્ડ્સ લગાવવામાં ન આવે તો તે વાહન ચાલક સામે કેસ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર PhD કરનાર પૂજારી:ડૉ. નિર્ભયરામજીએ બનાવ્યું હતું 'હરિવંશ વૃક્ષ', વંશજ પાસેથી મળી રસપ્રદ માહિતી
    Next Article
    રાજકોટમાં વધુ એક વૃદ્ધાના ગળામાંથી ચેન ચોરાયો:આજીડેમ ચોકથી સરધાર જવા ST બસમાં ચડતા ભીડનો લાભ લઇ તસ્કરે ₹3.75 લાખનો ચેઈન તફડાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment