Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ પર PhD કરનાર પૂજારી:ડૉ. નિર્ભયરામજીએ બનાવ્યું હતું 'હરિવંશ વૃક્ષ', વંશજ પાસેથી મળી રસપ્રદ માહિતી

    11 hours ago

    ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં તેમની ભક્તિ સાથે જીવન અને સ્વરૂપ અંગે સંશોધનની પણ પરંપરા છે. હાલમાં જ શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી શ્રી નેતાજી પૂજારી પાસેથી ભગવાન શ્રીકૃષ્ણ વિશે એક રસપ્રદ ઐતિહાસિક માહિતી મળી છે. માહિતી મુજબ, પૂજારી ડૉ. નિર્ભયરામજીએ ભગવાન શ્રીકૃષ્ણ વિષય પર પીએચ.ડી. કરી હતી. આ અંગેની મહત્વની માહિતી તેમના વંશજ પાસેથી જાણવા મળી છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને અલગ-અલગ પાસાઓ પર ઊંડું સંશોધન કર્યું હતું. ડૉ. નિર્ભયરામજીએ ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને એક મોટું 'હરિવંશ વૃક્ષ' પણ બનાવ્યું હતું. આ વૃક્ષને સ્થાનિક લોકો 'આંબો' પણ કહે છે. ભગવાન શ્રીકૃષ્ણના વંશ, પરિવાર અને સંબંધોની માહિતી એક જ જગ્યાએ સરળતાથી સમજાય તે રીતે આ વૃક્ષ તૈયાર કરાયું હતું. આજે પણ આ 'હરિવંશ વૃક્ષ' જ્ઞાન અને સંશોધનની એક મહત્વની વિરાસત મનાય છે. આ 'હરિવંશ વૃક્ષ' હાલ શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી શ્રી નેતાજી પૂજારી પાસે સુરક્ષિત છે. તેના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વંશ અને તેમના પરિવાર વિશે ઘણી રસપ્રદ વિગતો મળે છે. દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહર સાથે જોડાયેલી આ માહિતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે ખાસ મહત્વ ધરાવે છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ ઉપરાંત તેમના જીવન અને વંશાવળીનું જ્ઞાન પણ આવનારી પેઢી સુધી પહોંચવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    DDO ઉત્સવ ગૌતમે છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવા આદેશ:કચ્છ જિલ્લા પંચાયતમાં આરોગ્ય સેવાઓની સમીક્ષા બેઠક યોજાઈ
    Next Article
    રાજકોટ RTOએ ઓગસ્ટમાં રૂ.63.34 લાખનો દંડ ફટકાર્યો:અકસ્માત માટે જવાબદાર ઓવરલોડ વાહનોના 193, ગેરકાયદેસર LED લાઈટના 529 મળી 2017 કેસ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment