Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં વધુ એક વૃદ્ધાના ગળામાંથી ચેન ચોરાયો:આજીડેમ ચોકથી સરધાર જવા ST બસમાં ચડતા ભીડનો લાભ લઇ તસ્કરે ₹3.75 લાખનો ચેઈન તફડાવ્યો

    11 hours ago

    રાજકોટ શહેરમાં વધુ એક વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. રાજકોટના આજીડેમ ચોક ખાતે એસ.ટી. બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા શખ્સે 70 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી 3 તોલાનો સોનાનો ચેઈન સેરવી લીધો હતો. હાલ આજીડેમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ચોરે નજર ચૂકવીને સોનાનો ચેઈન સેરવી લીધો રાજકોટના કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ, નાડોદાનગર શેરી નં.3માં રહેતા અને 70 વર્ષીય ખોડાભાઈ દેવજીભાઈ ડાભીએ પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 28 ઓગસ્ટ 2026 ના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેમના 70 વર્ષીય પત્ની લાભુબેન સરધાર પાસે આવેલા ભાડુઈ ગામે જવા માટે સવારે ઘરેથી નીકળ્યા હતા, જે બાદ આજીડેમ ચોકડીએ સરધાર જવાની એસ.ટી. બસમાં મુસાફરોની ભીડ વચ્ચે લાભુબેન બસના પગથિયાં ચડી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા ચોરે તેમની નજર ચૂકવીને ગળામાં પહેરેલો સોનાનો ચેઈન સેરવી લીધો હતો. બસમાં ચડયા પછી તરત જ તેમને ગળામાં ચેઇન ન હોવાનો અહેસાસ થતાં તેઓ ગભરાઈને બસમાંથી નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ તેમણે તરત જ તેમના પતિ ખોડાભાઈને ફોન કરીને બનાવ અંગે જાણ કરી હતી. હાલ આજીડેમ પોલીસે ચોરાયેલા 3 સોનાના 3.75 લાખના ચેનની ચોરી અંગે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ RTOએ ઓગસ્ટમાં રૂ.63.34 લાખનો દંડ ફટકાર્યો:અકસ્માત માટે જવાબદાર ઓવરલોડ વાહનોના 193, ગેરકાયદેસર LED લાઈટના 529 મળી 2017 કેસ કરાયા
    Next Article
    The Lights Went Out, Then Water Came In: Nepal Hydropower Project Worker On Tunnel Escape

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment