Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાગળ પરની સેફ્ટી હાઈવે પર ફ્લોપ:રમ્બલ સ્ટ્રિપ્સ અને રૂટીન‎ ટ્રેનિંગના નામે RTO સંતોષ માને છે, વાસ્તવિકતા "સાવ ઊંધી''

    1 day ago

    મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા વધારવા માટે હાથ ધરાયેલા વિશેષ અભિયાનમાં મોટી સફળતા મળી છે. જિલ્લાના કુખ્યાત 11 બ્લેક સ્પોટ પૈકી 2 બ્લેક સ્પોટને સંપૂર્ણપણે સુધારીને નાબૂદ કરવામાં આવ્યા છે, જેના કારણે વર્ષ 2025ના અંત સુધીમાં સક્રિય બ્લેક સ્પોટની સંખ્યા ઘટીને 9 થઈ ગઈ છે. જોકે, મોત માત્ર 1 જ ઘટ્યું છે. આરટીઓ બ્લેક સ્પોટ નાબૂદી માટે ટૂંકાગાળાના જે 4 પગલાં લેવા જઇ રહી છે, તે વાસ્તવિકતાથી અલગ છે. 9 પૈકી 5 બ્લેક સ્પોટ પર ફ્લાયઓવરનું કામ ચાલુ છે, જ્યારે બાકીના 4 સ્થળે તંત્ર ફરી જૂના જ ઘસાઈ ગયેલા ઉપાયો અમલમાં મૂકશે. વર્ષ 2024માં જિલ્લામાં કુલ 33 ગંભીર અકસ્માતો નોંધાયા હતા, જે તંત્રના પ્રયાસોને પગલે વર્ષ 2025માં ઘટીને માત્ર 20 પર આવી ગયા છે. એટલે કે, એક વર્ષમાં ગંભીર અકસ્માતોમાં 13 કેસનો ઘટાડો નોંધાયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ 39.40 ટકા જેટલો મોટો સુધારો દર્શાવે છે. જોકે, મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2024માં બ્લેક સ્પોટ વિસ્તારોમાં 16 લોકોના મોત થયા હતા, જે વર્ષ 2025માં ઘટીને 15 થયા છે, એટલે કે મૃત્યુદરમાં 6.25 ટકાનો ઘટાડો થયો છે. જિલ્લાના બાકી રહેલા 9 બ્લેક સ્પોટ પર લાંબાગાળાના નિવારણ માટે નક્કર આયોજન કરાયું છે. જેમાં મહેસાણા-પાલનપુર હાઇવે પર આવેલા ભાન્ડુ બસ સ્ટેશન, ભાન્ડુ પાટિયા, મક્તુપુર બસ સ્ટેશન, ઉનાવા બસ સ્ટેશન અને ઐઠોર સર્કલ સહિતના 5 બ્લેક સ્પોટ પર હાલ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. આગામી દોઢેક વર્ષમાં આ બ્રિજ તૈયાર થઈ જતાં અહીં અકસ્માતનું જોખમ લગભગ શૂન્ય થઈ જશે. જ્યારે અમદાવાદ-મહેસાણા હાઇવે પરના રાજપુર પાટિયા, મોઢેરા સર્કલ, ઊંઝા-પાટણ રોડ પર આવેલા જય અંબે પાર્ટી પ્લોટ પાસેના ચાર રસ્તા અને વિજાપુર-પિલવાઈ નજીક ફૂલવાડી સર્કલ પર જરૂરી ફેરફારો કરીને જોખમ ટાળવાના પ્રયાસો કરવામાં આવશે. બ્લેક સ્પોટ નાબૂદી માટે ટૂંકાગાળાના મુખ્ય પગલાં અને વાસ્તવિક સ્થિતિ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:દમણમાં શનિ અને રવિવારે તમામ મતદાન મથકો ઉપર યોજાશે બૂથ ડે ખાસ કેમ્પ
    Next Article
    પોલીસ શોધવામાં સહકાર ન આપતી હોવાનો આક્ષેપ‎:મોરબીમાં લાપતા પુત્રની ભાળ ન મળતા આત્મવિલોપનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment