Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:દમણમાં શનિ અને રવિવારે તમામ મતદાન મથકો ઉપર યોજાશે બૂથ ડે ખાસ કેમ્પ

    2 days ago

    સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ વહીવટીતંત્રના કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દમણ અને દીવ સંસદીય મતવિસ્તારમાં આગામી ખાસ સઘન સુધારણા 2026 (Special Intensive Revision)ને ધ્યાનમાં રાખીને દમણ જિલ્લાના તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર (જનરલ) અને ઇલેક્ટ્રોલ રજિસ્ટ્રેશન ઓફિસર આરતી અગ્રવાલ અનુસાર, આ ખાસ કેમ્પ બૂથ ડે તરીકે ઉજવાશે. જે અંતર્ગત આગામી શનિવાર, તારીખ 27 જૂન 2026ના રોજ બપોરે 3 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી અને રવિવાર, તારીખ 28 જૂન 2026ના રોજ સવારે 9.30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ મતદાન મથકો જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. દમણ જિલ્લાના તમામ નાગરિકોને આ કેમ્પનો મહત્તમ લાભ લેવા વિનંતી કરાઈ છે. નાગરિકો પોતાના સુધારણા માટેના ફોર્મ સંબંધિત બૂથ લેવલ ઓફિસર સમક્ષ જમા કરાવી શકશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ મેળવી શકશે. સરકારી કચેરીઓ ખુલ્લી રાખવા આદેશ તંત્ર દ્વારા તમામ વિભાગીય વડાઓને સૂચના અપાઈ છે કે જે સરકારી કચેરીઓમાં મતદાન મથકો આવેલા છે, તે તમામ કચેરીઓ શનિ-રવિના આ દિવસો દરમિયાન ફરજિયાત ખુલ્લી રાખવાની રહેશે જેથી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. તમામ સરકારી સ્ટાફને પણ તેમના ફોર્મ BLO સમક્ષ સબમિટ કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સેગવાથી શિનોરના માર્ગ પર પોલીસની જીપમાં રિવોલ્વર ઝૂંટવાનો પ્રયાસ:4 વર્ષની બાળકીના હત્યારાએ પીઆઇની રિવોલ્વર ઝૂંટવી: ઝપાઝપીમાં ગોળી વાગી
    Next Article
    કાગળ પરની સેફ્ટી હાઈવે પર ફ્લોપ:રમ્બલ સ્ટ્રિપ્સ અને રૂટીન‎ ટ્રેનિંગના નામે RTO સંતોષ માને છે, વાસ્તવિકતા "સાવ ઊંધી''

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment