Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ શોધવામાં સહકાર ન આપતી હોવાનો આક્ષેપ‎:મોરબીમાં લાપતા પુત્રની ભાળ ન મળતા આત્મવિલોપનની ચીમકી

    1 day ago

    મોરબીના સામાકાંઠે ત્રાજપર રોડ પર રોયલ પાર્કમાં રહેતા પ્રભાત માંડણ રાઠોડનો 25 વર્ષીય પુત્ર સરમણ પ્રભાત રાઠોડ છેલ્લા 2 વર્ષથી લાપતા હોય આ મામલે પોલીસમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ભાળ ન મળતા હતાશ થયેલા પિતાએ હવે આ કેસની તપાસ LCB અથવા SOG ને સોંપવાની માગણી કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમનો 25 વર્ષનો પુત્ર સરમણ રાઠોડ સિમ્પોલો સિરામિકમાં નોકરી કરતો હતો. ગત તારીખ 10/06/2024 ના રોજ તે ઘરે જમીને કોઈને કહ્યા વગર પોતાનો મોબાઈલ અને સ્કૂટર ઘરે મૂકીને ક્યાંક નીકળી ગયો હતો. ત્યારબાદ તે પરત ન ફર્યો નથી અને આજદિન સુધી પોલીસને સરમણની કોઈ જ ભાળ મળી નથી. પ્રભાત રાઠોડે તા. 20ના રોજ મોરબી એસ.પી. ને પણ લેખિત અરજી આપી હતી, પિતાએ પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોવાનો આક્ષેપ કરતા તેમણે માંગ કરી છે કે, આ કેસની સઘન તપાસ LCB અથવા SOG અથવા CID જેવી એજન્સીને સોંપવામાં આવે. જો યોગ્ય એજન્સી દ્વારા તપાસ કરી તેમના પુત્રને શોધી કાઢવામાં નહિ આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ, આંદોલન કે આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    કાગળ પરની સેફ્ટી હાઈવે પર ફ્લોપ:રમ્બલ સ્ટ્રિપ્સ અને રૂટીન‎ ટ્રેનિંગના નામે RTO સંતોષ માને છે, વાસ્તવિકતા "સાવ ઊંધી''
    Next Article
    Mumbai Rains LIVE: મુંબઈમાં અતિભારે વરસાદ, પૂરનું એલર્ટ જાહેર | Flash Flood Alert | Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment