Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા:રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ, કંડકટરની ભરતી વચ્ચે લાઈસન્સ માટે લાંબી લાઈનો; સોમવાર સુધી સેવા બંધ

    15 hours ago

    અમદાવાદના સુભાષબ્રિજ RTO સહિત રાજ્યભરની RTOમાં છેલ્લા પાંચ દિવસથી સારથી પોર્ટલની ટેકનિકલ ખામીને કારણે અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી અરજદારો અલગ અલગ કામગીરીને લઈને કચેરીએ લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી ન થતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. GSRTCમાં કંડક્ટરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે, કંડક્ટર લાઇસન્સ માટે આવતા ઉમેદવારોના પણ કામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સારથી પોર્ટલની ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે અધિકારીઓ દ્વારા સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. સતત પાંચમા દિવસે સારથી પોર્ટલ ઠપ સુભાષબ્રિજ RTO કચેરીમાં સારથી પોર્ટલની ટેકનિકલ ખામી હવે અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સતત પાંચમા દિવસે પણ પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત ન થતાં લાયસન્સ, કંડકટર બેજ, રિન્યુઅલ સહિતની વિવિધ સેવાઓ માટે આવતા અરજદારોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. દરરોજ સવારના 7 વાગ્યાથી લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે, પરંતુ કલાકો સુધી રાહ જોયા બાદ પણ તેમની કામગીરી પૂર્ણ થતી નથી. ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે એક સામાન્ય ટેકનિકલ ખામીના કારણે લોકોનો સમય અને પૈસા બગડી રહ્યા છે. કંડક્ટરની ભરતી જાહેર થતા લાયસન્સ અને બેજ મેળવવા લાઈનો અત્યારે રાજ્યમાં કંડકટર ભરતીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો કંડકટર લાયસન્સ અને બેજ મેળવવા RTO કચેરીએ પહોંચી રહ્યા છે. પરંતુ સારથી પોર્ટલ વારંવાર બંધ થઈ જતાં ભરતી માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકતી નથી. ઘણા ઉમેદવારો દૂર-દૂરના વિસ્તારોમાંથી આવી રહ્યા છે, છતાં તેમને માત્ર "સર્વર બંધ છે" અથવા "પોર્ટલ કામ કરતું નથી" જેવા જવાબો મળી રહ્યા છે. ભરતી જેવી મહત્વની પ્રક્રિયા દરમિયાન પણ સિસ્ટમને સારી રીતે ચાલુ રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જો અરજદારો સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો મેળવી નહીં શકે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે સૌથી મોટો સવાલ છે. સોમવાર સુધી કચેરીએ ન આવવા અપીલ છેલ્લા પાંચ દિવસથી ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર દ્વારા તેનું નિરાકરણ લાવવા માટે યોગ્ય પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે ઉમેદવારો અને અરસદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે સારથી પોર્ટલમાં હજુ પણ ટેકનિકલ ખામી સર્જાવવાની હોવાથી ઉમેદવારોને અને અરજદારોને સોમવાર સુધી કચેરીએ ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ટેકનિકલ ખામી દૂર કરવાના બદલે કચેરીએ જ ન આવવાની અપીલ કરતાં ઉમેદવારો પણ નિરાશ થઈને પરત જઈ રહ્યા છે. હવે અરજદારો રાહ જોઈ રહ્યા છે કે, તંત્ર માત્ર અપીલ કરીને જવાબદારીમાંથી છટકી જશે કે પછી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી અરજદારોને રાહત આપશે. 'ફોર્મ ભરવામાં મેઈન પ્રાયોરિટી લાયસન્સની' નરોડાથી આવેલા ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, કચેરી ખાતે ચોથો ધક્કો ખાવો પડી રહ્યો છે. ત્રણ વખત આવ્યો પણ કામ થયું જ નહીં. સર્વર ડાઉન રહેતું હોવાથી કામગીરી થઈ શકતી નથી. ફોર્મ ભરાઈ તો જાય છે પરંતુ ફોટો પાડવામાં સર્વર કામ ન કરતું હોવાનું અધિકારીઓ જણાવે છે. કંડક્ટરની ભરતી માટે લાયસન્સ ખૂબ જ જરૂરી છે. કારણ કે તેના વગર ફોર્મ ભરી શકાતું જ નથી. કારણ કે મેઈન પ્રાયોરિટી કંડકટર લાયસન્સની માંગવામાં આવે છે. '5 જુલાઈ સુધીમાં ફોર્મ ભરવું ખૂબ જરૂરી' નરોડાથી આવેલા રાજદીપભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ પરંતુ કોઈ પણ કામ થતું નથી. પાંચ જુલાઈ સુધીમાં ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ કચેરીએ આવીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે સર્વર ડાઉન છે જેથી અત્યારે કામગીરી થઈ શકશે નહીં. 'જ્યારે આવીએ ત્યારે સર્વર ડાઉન છે એવો જવાબ મળે' ચાંદખેડાથી આવેલા વિવેક પટેલે જણાવ્યું હતું કે, આજે ચોથી વખત કામગીરી કરાવવા માટે કચેરીએ આવ્યો છું. જ્યારે પણ આવીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે અત્યારે સર્વર ડાઉન છે જેથી કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. કાલે પણ આવ્યા હતા તો સર્વર ડાઉન હોવાથી આજે કામગીરી થશે નહીં તેવું કહીને પરત મોકલવામાં આવ્યા હતા. ભરતી માટે ફોર્મ ભરવા લાયસન્સ લેવું ખૂબ જ જરૂરી બન્યું છે. 'હેડ ઓફિસમાં સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી છે' અમદાવાદ આરટીઓના નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, અત્યારે લાઇસન્સ માટે જે સારથી પોર્ટલ કામ કરી રહ્યું છે તેમાં ટેકનિકલ ખામી આવી રહી છે. આખા ગુજરાતમાં આ પ્રોબ્લેમ પોર્ટલમાં થઈ રહ્યો છે. જે માટે વડી કચેરીને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમજ સારથી પોર્ટલમાં સુધારા માટેની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. હેડ ઓફિસ ખાતે પણ ચર્ચા કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે. જેથી ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થયા બાદ કામગીરી પણ વહેલી તકે કરવામાં આવશે. ગઈકાલે જેટલા અરજદારો કંડકટર લાયસન્સ માટે આવ્યા હતા તે તમામ લોકોને બે કલાક માટે જ્યારે પોર્ટલ શરૂ થયું ત્યારે પાંચ જેટલી વિન્ડો ઓપન કરી કામગીરી કરવામાં આવી હતી. અત્યારે પણ સારથીના કારણે અનેક સેવાઓને અસર થઈ રહી છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, એડ્રેસ ચેન્જ રિન્યુ, નામ ચેન્જ કરવા સહિતની તમામ સેવાઓને અત્યારે અસર થઈ રહી છે. 'સર્વરમાં ઈસ્યુ રહેશે, આ અઠવાડિયું કચેરીએ આવવું નહીં' વધુમાં નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે, પરંતુ સાંજ બાદ ફરીથી સારથી પોર્ટલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેમજ અત્યારે પણ પોર્ટલમાં ઈસ્યુ આવી રહ્યા છે. જોકે કંડકટર લાયસન્સ માટેની પ્રોસેસ 5 જુલાઈ સુધી વેલીડ રાખવામાં આવી છે. જેથી અરજદારોને અપીલ કરીએ છીએ કે હજુ પણ ઇસ્યુ ચાલુ રહેશે જેથી આ અઠવાડિયું કચેરીએ આવવું નહીં. તેમજ અઠવાડિયા સુધી કચેરી ખાતે આવવાનું ટાળો તેવી અપીલ કરીએ છીએ. તેમજ ફેસલેશ સુવિધા પણ ઉપલબ્ધ છે, જો તમારા આધારે KYC કરશો તો કચેરી આવવાની જરૂર પડશે નહીં. તેમજ અન્ય જે અરજીઓ હશે તેને પોર્ટલ ફરી શરૂ થયા બાદ નિરાકરણ લાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભારતનું ડિફેન્સ પ્રોડક્શન ₹1.78 લાખ કરોડ થયું:એક વર્ષમાં 15.6% વધ્યું, રક્ષા મંત્રાલયે હથિયારોની સફળતા વિશે પણ જણાવ્યું
    Next Article
    મોરબી પોલીસે રૂ. 8.83 લાખનો મુદ્દામાલ પરત કર્યો:CEIR પોર્ટલની મદદથી 32 મોબાઈલ અને સોનાની ચેઈન શોધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment