Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતનું ડિફેન્સ પ્રોડક્શન ₹1.78 લાખ કરોડ થયું:એક વર્ષમાં 15.6% વધ્યું, રક્ષા મંત્રાલયે હથિયારોની સફળતા વિશે પણ જણાવ્યું

    14 hours ago

    ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 2025-2026માં ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. રક્ષા મંત્રાલયે બુધવારે જણાવ્યું કે આ 2024-2025ના ₹1.54 લાખ કરોડની સરખામણીમાં 15.6% વધ્યું છે. જ્યારે, વર્ષ 2020-2021 (₹84,643 કરોડ)ની સરખામણીમાં તેમાં 110%નો મોટો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2013-2014માં દેશનું સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ₹43,746 કરોડ હતું, જે હવે લગભગ ચાર ગણું વધી ગયું છે. PM મોદીએ પણ X પર લખ્યું કે છેલ્લા 12 વર્ષમાં આત્મનિર્ભરતા, ટેકનોલોજી, ઇનોવેશન અને સ્વદેશી મેન્યુફેક્ચરિંગના જોરે ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો બદલાવ આવ્યો છે. આ સાથે જ રક્ષા મંત્રાલયે સંરક્ષણ સોદાઓ સાથે ભારતના મુખ્ય હથિયારોની સફળતા વિશે પણ જણાવ્યું. 100 થી વધુ દેશોને 38,424 કરોડ રૂપિયાની નિકાસ ભારત હવે 100 થી વધુ દેશોને રક્ષા ઉપકરણોની નિકાસ કરે છે, જેમાં અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયા મુખ્ય છે. અમેરિકા સૌથી મોટો ખરીદદાર છે જ્યાં 2.8 અબજ ડોલરની સિસ્ટમ અને કમ્પોનન્ટ્સ બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવી મોટી કંપનીઓને જાય છે. આર્મેનિયા જેવા દેશો સંપૂર્ણ તૈયાર હથિયારો ખરીદી રહ્યા છે. સરકારે 2029-30 સુધીમાં 50,000 કરોડ રૂપિયાનો રક્ષા નિકાસનો લક્ષ્યાંક રાખ્યો છે. 2016-17માં તે માત્ર 1,522 કરોડ રૂપિયા હતો. એટલે કે એક દાયકાથી ઓછા સમયમાં તેમાં 25 ગણાથી વધુનો વધારો નોંધાયો છે. ઓપરેશન સિંદૂર પછી મળેલા વૈશ્વિક ધ્યાને આ લક્ષ્યને વધુ ઝડપ આપવાના સંકેતો આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ સૌથી મોટા સૈન્ય કમાન્ડમાંથી 'ઇન્ડો' શબ્દ હટાવ્યો:ચીન વિરુદ્ધ ભારતને મહત્વ આપવા માટે ટ્રમ્પે જ નામ બદલ્યું હતું
    Next Article
    'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા:રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ, કંડકટરની ભરતી વચ્ચે લાઈસન્સ માટે લાંબી લાઈનો; સોમવાર સુધી સેવા બંધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment