Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી પોલીસે રૂ. 8.83 લાખનો મુદ્દામાલ પરત કર્યો:CEIR પોર્ટલની મદદથી 32 મોબાઈલ અને સોનાની ચેઈન શોધી

    16 hours ago

    મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અને ચોરાયેલા 32 મોબાઈલ ફોન તથા એક સોનાની ચેઈન શોધી કાઢી તેના મૂળ માલિકોને પરત સોંપી છે. આ મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 8.83 લાખ થાય છે. પોલીસે અરજદારોના ખોવાયેલા મોબાઈલ અને સોનાની ચેઈન શોધવા માટે CEIR પોર્ટલનો ઉપયોગ કર્યો હતો. પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સતત મોનિટરિંગ અને ટેક્નિકલ તપાસ હાથ ધરી હતી. આ તપાસના પરિણામે કુલ 32 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 7,08,791 છે. આ ઉપરાંત, રૂ. 1,75,000ની કિંમતની એક સોનાની ચેઈન પણ પરત મેળવવામાં સફળતા મળી હતી. કુલ રૂ. 8,83,791નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવતા અરજદારોએ મોરબી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસે ‘પોલીસ પ્રજાની મિત્ર’ના સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    'સર્વર ડાઉન છે'ના જવાબથી અરજદારો કંટાળ્યા:રાજ્યભરની RTOમાં 5 દિવસથી સારથી પોર્ટલમાં ઈસ્યૂ, કંડકટરની ભરતી વચ્ચે લાઈસન્સ માટે લાંબી લાઈનો; સોમવાર સુધી સેવા બંધ
    Next Article
    પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને નાણાં પરત અપાવ્યા:રાણાવાવમાં 29 અરજદારોને રૂ. 5 લાખથી વધુની રકમ પાછી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment