Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલાઓને નાણાં પરત અપાવ્યા:રાણાવાવમાં 29 અરજદારોને રૂ. 5 લાખથી વધુની રકમ પાછી મળી

    18 hours ago

    પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા 29 અરજદારોને રાહત આપી છે. 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કુલ રૂ. 5,00,072ની રકમ પરત અપાવવામાં આવી છે. જિલ્લામાં ઓનલાઈન ટિકિટ/વિઝા બુકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ ફ્રોડ, ગિફ્ટ ફ્રોડ, ફાઈનાન્સિયલ ફ્રોડ અને ગૂગલ કસ્ટમર કેરના નામે થતી સાયબર છેતરપિંડી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશનો હેતુ ભોગ બનનારાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવાનો છે. સાયબર ક્રાઈમના ગુનાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને અરજદારોના નાણાં પરત અપાવવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર દ્વારા સ્ટાફને ખાસ સૂચનાઓ અપાઈ હતી. સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી અને રાણાવાવ પોલીસ સ્ટાફે ટેકનિકલ સોર્સ અને સઘન પ્રયાસો દ્વારા આ 29 અરજદારોની કુલ રૂ. 5,00,072ની રકમ શોધી કાઢી સંબંધિત લોકોને પરત અપાવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી પોલીસે રૂ. 8.83 લાખનો મુદ્દામાલ પરત કર્યો:CEIR પોર્ટલની મદદથી 32 મોબાઈલ અને સોનાની ચેઈન શોધી
    Next Article
    બોટાદ APMC: ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની બિનહરીફ વરણી:ડી.એમ. પટેલ ચેરમેન, રણજીતભાઈ વાળા ડેપ્યુટી ચેરમેન બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment