Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની એક દિવસીય હડતાળ:RTO દ્વારા કેસ કરાતા નારાજગી, ધારાસભ્યને રજૂઆત કરશે

    8 hours ago

    વેરાવળ-સોમનાથ: વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રીઓને લઈ જતા ઓટોરિક્ષા ચાલકોએ RTO દ્વારા થતી કનડગત સામે એક દિવસીય હડતાળ પાડી હતી. તા. 22 જુલાઈના રોજ વેરાવળ, સોમનાથ અને પાટણના તમામ ઓટોરિક્ષા ચાલકોએ પોતાની રિક્ષાઓ બંધ રાખી હડતાળમાં જોડાયા હતા. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, સોમનાથ મંદિર કે ત્રિવેણી સંગમ ઘાટ યાત્રીઓને લઈ જતા સમયે RTO દ્વારા વારંવાર રિક્ષાઓને ડિટેઈન કરીને કેસ કરવામાં આવે છે. આ ઉપરાંત, પરિવારના સગાના દેહાંત સમયે ત્રિવેણી સ્મશાન ઘાટ તરફ જતા હોય ત્યારે પણ RTO દ્વારા ઓટોરિક્ષા ડિટેઈન કરી કેસ કરવામાં આવતા હોવાથી ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બિનજરૂરી કનડગત સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટે તમામ રિક્ષા ચાલકો સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ પાસે એકઠા થયા હતા. તેમણે સર્વાનુમતે નક્કી કર્યું છે કે, આવતીકાલે તા. 23 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને મળીને પોતાની રજૂઆતો કરશે. જોકે, શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા નો-પાર્કિંગમાં રિક્ષા ઉભી રાખવી તેમજ રોડ ઉપર બેફિકરાઈથી રિક્ષા ચલાવવાના કારણે અનેક અકસ્માતો થયાના દાખલા પણ મોજુદ છે. ત્યારે RTO દ્વારા થતી કામગીરી સામે રિક્ષા ચાલકોની નારાજગી કેટલી હદે વાજબી છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણાની બે ધર્મશાળાના નામે ફેક વેબસાઈટો બનાવી ઓનલાઈન છેતરપિંડી:ગઠીયાઓએ મેવાડ ભવન, સુણતર ભવનના નામે રૂમ બુકિંગના બહાને યાત્રિકો પાસેથી પૈસા પડાવ્યા, સાઈબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    સુરત-ગોવા ફ્લાઈટની ઘટના ::પ્લેન ક્રેશ થાય તો બચી શકાય કે નહીં? એ જોવા પેસેન્જરે ફ્લાઇટનો ઇમરજન્સી ડોર ખોલી નાખતાં પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment