Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ગોવા ફ્લાઈટની ઘટના ::પ્લેન ક્રેશ થાય તો બચી શકાય કે નહીં? એ જોવા પેસેન્જરે ફ્લાઇટનો ઇમરજન્સી ડોર ખોલી નાખતાં પોલીસને સોંપ્યો

    14 hours ago

    ટેકઓફ માટે રનવે તરફ જઈ રહેલી ઈન્ડિગોની સુરત-ગોવા ફ્લાઇટમાં એક પેસેન્જરે ઇમરજન્સી એક્ઝિટ ડોર સાથે છેડછાડ કર્યા હતા. જેને કારણે ફ્લાઇટ અટકાવી પડી હતી. ફ્લાઇટમાં પેસેન્જર બોર્ડ થઈ ચૂક્યા હતા અને એરક્રાફ્ટ ડિપાર્ચર માટે આગળ વધી રહ્યું હતું ત્યારે પુણાગામના પેસેન્જરે ઇમરજન્સી ડોરનું હેન્ડલ ઓપરેટ કર્યું હતું. ડોર સિસ્ટમમાં અનલોકની સ્થિતિ સર્જાતા કોકપિટમાં ડોર વોર્નિંગ ઇન્ડિકેશન મળ્યું હતું. પાયલોટે તાત્કાલિક RTO એટલે રિજેક્ટ ટેકઓફ પ્રોસિજર લાગુ કરીને પ્લેન રોકી દીધું હતું. ત્યારબાદ ATCને જાણ કરી હતી. CISFના જવાનોએ તરત જ દોડી આવીને પેસેન્જરને પકડીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઇમરજન્સી એક્ઝિટ દ્વારા પેસેન્જર બચ્યો હોવાના સમાચાર જોયા હતા. આથી ઇમરજન્સી ડોર કેવી રીતે ઓપરેટ થાય છે તે ચેક કરવા તેણે ડોરનું હેન્ડલ ખસેડ્યું હતું. બીજી તરફ ફ્લાઇટને પાર્કિંગ બેમાં લઈ જઈ SOP મુજબ રી-સિક્યોરિટી સ્વીપ કરવામાં આવ્યું હતું. તેમાં એરક્રાફ્ટ, કે બિન બેગેજ અને પેસેન્જર્સની ફરી તપાસ કરવામાં આવી હતી. આ સમસ્યાના કારણે ફ્લાઇટ અંદાજે 45 મિનિટ જેટલી મોડી ઉપડી હતી, અન્ય પેસેન્જર્સ હેરાન થયા હતા. કારણ વિના ડોર ખોલનારને દંડ, જેલ થઈ શકે ‘ઇમરજન્સી ડોર ખુલે છે કે નહીં’ તે ચકાસવાની હરકત પેસેન્જરને જેલ ભેગા કરી શકે છે. મુસાફરને ડુમસ પોલીસને સોંપાયો છે. મુસાફરોના જીવ જોખમમાં મૂકવા બદલ BNS સેક્શન-125 અને એરક્રાફ્ટ રૂલ્સ-23 હેઠળ 1 વર્ષ સુધીની જેલ અને રૂ. 1 લાખથી રૂ.25 લાખ સુધીનો દંડ થઈ શકે છે, આજીવન ફ્લાઇટ પ્રતિબંધ પણ થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની એક દિવસીય હડતાળ:RTO દ્વારા કેસ કરાતા નારાજગી, ધારાસભ્યને રજૂઆત કરશે
    Next Article
    'आज़म खान चरस काफर्जी मुकदमा लगा देते थे' Jauhar University Student Protest | Rampur | Babu Khan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment