Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાની બે ધર્મશાળાના નામે ફેક વેબસાઈટો બનાવી ઓનલાઈન છેતરપિંડી:ગઠીયાઓએ મેવાડ ભવન, સુણતર ભવનના નામે રૂમ બુકિંગના બહાને યાત્રિકો પાસેથી પૈસા પડાવ્યા, સાઈબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો

    9 hours ago

    ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણામાં મેવાડ ભવન ધર્મશાળા અને સુણતર ભવન ધર્મશાળાના નામે અજાણ્યા શખસોએ નકલી (ફેક) વેબસાઈટો બનાવીને યાત્રિકો સાથે નાણાકીય છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ધર્મશાળાના નામે બુકિંગ થતું પરંતુ રેકોર્ડમાં ન બતાવે બનાવની વિગત અનુસાર, બંને ધર્મશાળાનું મેનેજમેન્ટ સંભાળતા વિશાલભાઈ મનસુખભાઈ દેવલુકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાલીતાણા આવતા યાત્રિકો અગાઉથી ઓનલાઈન બુકિંગ કરાવ્યું હોવાનું કહીને રૂમની માંગણી કરતા હતા. જોકે ધર્મશાળાના રેકોર્ડમાં આવું કોઈ બુકિંગ ન દેખાતા, મેનેજમેન્ટે યાત્રિકો પાસેથી બુકિંગ કરાવેલી વેબસાઈટની વિગતો મેળવી હતી. રૂમ બુકિંગના નામે પૈસા પડાવવા ફેક વેબસાઈટ બનાવી તપાસ કરતા માલૂમ પડ્યું કે, ઠગબાજોએ બંને ધર્મશાળાના નામ, સરનામા અને ફોટોગ્રાફ્સનો ગેરકાયદે ઉપયોગ કરીને ફેક વેબસાઈટો બનાવી હતી. આ વેબસાઈટના માધ્યમથી યાત્રિકોને વિશ્વાસમાં લઈ રૂમ બુકિંગના બહાને તેમની પાસેથી ઓનલાઈન નાણાં પડાવી લેવામાં આવતા હતા. આ છેતરપિંડી અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટની કલમ 318(4), 319(2), 61(2) તથા IT એક્ટની કલમ 66(C) અને 66(D) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વહેલી સવારે મૃતદેહ મળી આવ્યા:વટવાના વાંદરવટ તળાવમાં નાહવા પડેલા બે સગીરના ડૂબવાથી મોત, ફાયર બ્રિગેડે 12 કલાકે ડેડબોડી બહાર કાઢી
    Next Article
    વેરાવળ-સોમનાથમાં ઓટોરિક્ષા ચાલકોની એક દિવસીય હડતાળ:RTO દ્વારા કેસ કરાતા નારાજગી, ધારાસભ્યને રજૂઆત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment