Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા RTO: ફેન્સી નંબર માટે 21 જૂનથી ઈ-હરાજી:ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના માલિકો ભાગ લઈ શકશે

    10 hours ago

    ગોધરા RTO કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના પસંદગીના (ફેન્સી) નંબર મેળવવા માટે આગામી 21 જૂનથી ઓનલાઇન ઈ-હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વાહન ખરીદનારા માલિકો પોતાની પસંદગીનો 'ગોલ્ડન' કે 'સિલ્વર' નંબર મેળવવા માટે આ હરાજીમાં ભાગ લઈ શકશે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરાએ તમામ વાહન માલિકોને આ ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. આ હરાજીમાં GJ17 BN, CE, CA, CK, CP જેવી વિવિધ સીરીઝના આકર્ષક નંબરો ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 19 જૂન, 2026થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન, 2026 રહેશે. ઈ-હરાજી 21 જૂન, 2026ના રોજ શરૂ થઈને 23 જૂન, 2026ના રોજ પૂર્ણ થશે. ફેન્સી નંબર માટેની મૂળ કિંમત નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે ગોલ્ડન નંબર: ટુ-વ્હીલર માટે ₹8,000 અને ફોર-વ્હીલર માટે ₹40,000. સિલ્વર નંબર: ટુ-વ્હીલર માટે ₹3,500. અન્ય પસંદગીના નંબરો:ટુ-વ્હીલર માટે ₹2,000 અને ફોર-વ્હીલર માટે ₹8,000. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ સૌપ્રથમ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ www.parivahan.gov.in/fancy પર જઈને નોંધણી કરાવવી પડશે. નોંધણી બાદ તેઓ પોતાનું યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવીને હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસી:ક્રેશ સાઈટ પર જોવા મળ્યા કાળજુ કંપાવતા દ્રશ્યો, પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમિકાનું ગળું કાપ્યું, 2.30 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું
    Next Article
    ભરણપોષણના નાણાં ચૂકવવાની આનાકાની યુવકને ભારે પડી:લાજપોર જેલમાંથી રજૂ કરાયેલા પતિએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ફેમિલી કોર્ટે વધુ 120 દિવસની જેલ સજા ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment