Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં મનપાનું મેગા ડિમોલિશન:હાપા પાસે ગરીબોના આવાસ માટે 1.20 લાખ ફૂટ જમીન દબાણમુક્ત કરાઈ

    6 days ago

    જામનગર મહાનગરપાલિકાએ હાપા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. રવિવારે વહેલી સવારે ઈસ્કોન મંદિર સામે આવેલા પ્લોટ પરથી 1.20 લાખ ચોરસ ફૂટ સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. આ જમીન શહેરી ગરીબોના આવાસ માટે ફાળવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હાપા નજીક આવેલી આ વિશાળ જગ્યા પર 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામો કરીને દબાણ કર્યું હતું. આ કિંમતી જમીનને ખુલ્લી કરાવવા માટે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રવિવારની રજા હોવા છતાં, મનપાની ટીમે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી હતી. આ ઓપરેશનમાં 8 જેસીબી મશીન અને 6 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મનપાના એસ્ટેટ, સ્લમ, લાઈટ અને ફાયર વિભાગના આશરે 50 કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપાની સુરક્ષા ટીમ અને પીજીવીસીએલની ટીમ પણ સ્થળ પર તૈનાત હતી. આ કડક કાર્યવાહીના પરિણામે, લાખો ચોરસ ફૂટ જમીન પરના તમામ ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. આ જગ્યા ખાલી થતાં, આગામી સમયમાં શહેરી ગરીબો માટે આવાસ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનશે. લોકસભા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મનપાની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    22 સેકન્ડમાં 36 ફટકા માર્યા, CCTV:અમદાવાદમાં પુત્રવધૂના પરિવારે વેવાઈનું ઢીમ ઢાળી દીધું, ગઇકાલે જ વહુએ ફોન કરી હુમલાનું કહેલું; ભાસ્કર પાસે રેકોર્ડિંગ
    Next Article
    હળવદ: નદી કાંઠેથી 1 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો:કોહવાઈ ગયેલી હાલતમાં મળતા પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment