Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં RTOની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોનો વિરોધ:200થી વધુ ચાલકો ધારાસભ્ય વિમલ ચુડાસમાને મળ્યા, ખોટી હેરાનગતિ નહીં કરવાની RTOની ખાતરી

    1 day ago

    યાત્રાધામ સોમનાથમાં છેલ્લા બે દિવસથી RTO દ્વારા પેસેન્જર રીક્ષાઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીનો રીક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બુધવારે 200થી વધુ રીક્ષા ચાલકો એકત્રિત થઈ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલયે પહોંચ્યા હતા અને RTO દ્વારા ખોટી રીતે કનડગત તથા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની રજૂઆત કરી હતી. પૂર્વ સૂચના વિના રીક્ષાઓ ડિટેઇન કરાતી હોવાનો આક્ષેપ રીક્ષા ચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી કોઈ પૂર્વ સૂચના વિના આડેધડ રીક્ષાઓ ડિટેઇન કરવામાં આવી રહી છે. સોમનાથમાં રોજિંદી સેવા આપતા આશરે 500 જેટલા પેસેન્જર રીક્ષા ચાલકોના રોજગાર પર તેની સીધી અસર પડી રહી છે. દૈનિક કમાણી પર નિર્ભર ચાલકો માટે આ કાર્યવાહીથી જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. ધારાસભ્યે RTO અધિકારી સાથે કરી ચર્ચા રીક્ષા ચાલકોની રજૂઆત સાંભળ્યા બાદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ RTO અધિકારી વાઘેલા સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે કાયદેસરની કાર્યવાહી સામે કોઈ વાંધો નથી, પરંતુ નિયમોના નામે નિર્દોષ અને મહેનતકશ રીક્ષા ચાલકોને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. RTO અધિકારીએ નિયમસર કાર્યવાહી કરવાની આપી ખાતરી ચર્ચા દરમિયાન RTO અધિકારીએ ધારાસભ્યને ખાતરી આપી હતી કે તમામ કાર્યવાહી નિયમો મુજબ જ કરવામાં આવશે અને કોઈપણ રીક્ષા ચાલકને ખોટી રીતે હેરાન કરવામાં આવશે નહીં. આ ખાતરી મળતા રીક્ષા ચાલકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. અન્યાય થશે તો વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની ચીમકી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો નિયમોના બહાને રીક્ષા ચાલકોને અન્યાય થશે અથવા ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેઓ આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠાવશે તેમજ સરકાર સમક્ષ પણ રજૂઆત કરશે. હાલ માટે મામલો શાંત પડ્યો છે, પરંતુ રીક્ષા ચાલકોએ ચેતવણી આપી છે કે જો ફરી આવી હેરાનગતિ થશે તો તેઓ વધુ ઉગ્ર વિરોધ કરશે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં એક સાથે પાર્ક 200થી વધુ કાર પાણીમાં ગરકાવ:વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઠેર-ઠેર ડૂબેલી કારનો જમાવડો, ડ્રોન વીડિયોમાં જુઓ નવસારીની ભયાવહ સ્થિતિ
    Next Article
    મોરબી-વાંકાનેર વિકાસ યોજના માટે સ્ટેકહોલ્ડર બેઠક યોજાઈ:કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment