Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં એક સાથે પાર્ક 200થી વધુ કાર પાણીમાં ગરકાવ:વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઠેર-ઠેર ડૂબેલી કારનો જમાવડો, ડ્રોન વીડિયોમાં જુઓ નવસારીની ભયાવહ સ્થિતિ

    1 day ago

    દક્ષિણ ગુજરાતમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વલસાડ અને નવસારી જિલ્લામાં પૂરની ભયાવહ પરિસ્થિતિ સર્જાઈ છે. વલસાડમાં 24 વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટવાની સાથે ઉમરગામમાં 28 કલાકમાં ખાબકેલા 43 ઈંચ વરસાદે ભારે તારાજી સર્જી છે. વહાનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને વાપી તથા આસપાસના વિસ્તારોમાં 200થી વધુ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બીજી તરફ, નવસારી જિલ્લામાં કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બનતાં પૂર્ણા નદીની સપાટી ભયજનક સ્તર (23 ફૂટ) વટાવી 24 ફૂટે પહોંચી છે, જેના કારણે શહેરનો 30% વિસ્તાર પાણીમાં ડૂબ્યો છે. સ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર, NDRF, SDRF અને સ્થાનિક પોલીસ દ્વારા યુદ્ધધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજારો અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાનોમાં રાખવામાં આવ્યા છે અને તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પાસે મદદની ખાતરી સાથે એરફોર્સ તથા કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જુઓ વરસાદે સર્જેલી તરાજીની તસવીરો… ઈતિહાસમાં પ્રથમ વખત ઔરંગા નદી 9 મીટરના લેવલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઔરંગા નદીનું જળસ્તર ભેરવી ખાતે 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. વલસાડના ઇતિહાસમાં પ્રથમવખત ઔરંગા નદી આટલી ઉંચી સપાટીએ પહોંચતા સમગ્ર વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોનું રેસ્ક્યૂ નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં કાશ્મીર નગર, બરુડિયાવાડ, છીપવાડ અને તરિયાવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી શક્યતા ઊભી થઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ તંત્ર દ્વારા મોડી રાત્રે જ સ્થાનિકોનું સલામત સ્થળે સ્થળાંતર શરૂ કરાયું હતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ નાગરિકો માટે નગરપાલિકા અને તંત્ર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા સાથે સલામત સ્થળે આવેલા રામજી મંદિર ખાતે આશરો આપવામાં આવ્યો છે. વરસાદ વચ્ચે તંત્રની સઘન કામગીરી મુસળધાર વરસાદ વચ્ચે પણ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર ખડેપગે રહ્યા હતા. પ્રાંત અધિકારી વિમલ પટેલ, મામલતદાર તૃપ્તિબેન, નગરપાલિકાના C.O., સ્થાનિક કાઉન્સિલર હિતેશ ભંડારી તેમજ વલસાડ નગરપાલિકાનો સ્ટાફ અને PI સહિતની પોલીસ ટીમ મોડી રાત સુધી વરસાદમાં ભીંજાઈને પણ બચાવ અને સ્થળાંતરની કામગીરીમાં જોડાયેલી રહી હતી. શાળા-કોલેજોમાં રજા જાહેર અને નાગરિકોને અપીલ જિલ્લામાં પૂરની કટોકટીપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે તમામ શાળા-કોલેજો, આંગણવાડીઓ અને ITIમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી વિમલ પટેલની નાગરિકોને અપીલ તમામ નાગરિકો પોતાના ઘરે રહે, સુરક્ષિત રહે અને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી બચે. કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધો.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સ્વ.નંદનીબા પીંગળની પ્રથમ પુણ્યતિથિ:પરિવાર દ્વારા રામધૂનનાં આયોજન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ
    Next Article
    સોમનાથમાં RTOની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોનો વિરોધ:200થી વધુ ચાલકો ધારાસભ્ય વિમલ ચુડાસમાને મળ્યા, ખોટી હેરાનગતિ નહીં કરવાની RTOની ખાતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment