Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્વ.નંદનીબા પીંગળની પ્રથમ પુણ્યતિથિ:પરિવાર દ્વારા રામધૂનનાં આયોજન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ

    2 days ago

    જામનગરમાં 22 જુલાઈ, 2026ના રોજ પીંગળ પરિવારે સ્વ. નંદનીબા મયુરસિંહ પીંગળની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રામધૂનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ ગુલાબનગર ખાતે ફલિયા હનુમાનજી મંદિર પાસે યોજાયો હતો. આ રામધૂનમાં પ્રખ્યાત 'રામ નામ કે હીરે મોતી' ભજનનાં સુપ્રસિદ્ધ કલાકાર અશોકભાઈ ભાયાણી અને તેમના સાથી કલાકારોએ ભજનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે સસરા પક્ષ અને મોસાળ પક્ષના પરિવારજનોએ સ્વ. નંદનીબાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્વ. રામસંગજી નારણજી પીંગળ(કુનળવાળા) પરિવારનાં રતુભા રામસંગજી પીંગળ, મયુરસિંહ રતુભા પીંગળ, ભગીરથસિંહ રતુભા પીંગળ, દક્ષરાજસિંહ ભગીરથસિંહ પીંગળ સહિતના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણી વડીલો, અન્ય આગેવાનો અને આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક અશોકભાઈ રાણાએ કર્યું હતું. આ પ્રસંગે મોરબીથી લોકસાહિત્ય કલાકાર આનંદદાન ગઢવી, બાલાહનુમાન મંદિરના પૂજારી જયપાલ બાપુ, જામનગરના હરિ સીતારામ ધૂન મંડળના હનુમાનપાઠ ગાયક ધરમદાન ગઢવી અને મંજીરા કલાકાર કૌશિકભાઈ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે CM એક્શન મોડમાં:થોડી વારમાં SEOC પહોંચશે, રેડ એલર્ટવાળા જિલ્લાઓની કરશે સમીક્ષા
    Next Article
    વાપીમાં એક સાથે પાર્ક 200થી વધુ કાર પાણીમાં ગરકાવ:વલસાડમાં 24 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ઠેર-ઠેર ડૂબેલી કારનો જમાવડો, ડ્રોન વીડિયોમાં જુઓ નવસારીની ભયાવહ સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment