Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ વચ્ચે CM એક્શન મોડમાં:થોડી વારમાં SEOC પહોંચશે, રેડ એલર્ટવાળા જિલ્લાઓની કરશે સમીક્ષા

    2 days ago

    દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી થોડી જ વારમાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચશે અને પોતાની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ તથા તંત્રની તૈયારીઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે. ભારે વરસાદથી પ્રભાવિત સુરત, વલસાડ અને નવસારી સહિતના વિસ્તારોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવશે. આ દરમિયાન ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે પણ મુખ્યમંત્રી સીધી વાતચીત કરી શકે છે અને જમીની સ્થિતિની જાણકારી મેળવશે. નાયબ મુખ્યમંત્રી અને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રવાના થવા આદેશ મુખ્યમંત્રીએ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી તેમજ મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત ત્રણેય જિલ્લાઓમાં પહોંચીને સ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા પણ તેમને જવાબદારી સોંપવામાં આવી છે. IAS અધિકારીઓને પણ મેદાનમાં ઉતાર્યા સરકાર દ્વારા મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર રેમ્યા મોહન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડેને પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જવા આદેશ આપવામાં આવ્યો છે. બંને અધિકારીઓ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને સ્થિતિનું નિરીક્ષણ કરશે. રેડ એલર્ટવાળા તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોને પહોંચવા આદેશ જે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તે તમામ જિલ્લાઓના પ્રભારી સચિવોને તાત્કાલિક પોતાના જિલ્લામાં પહોંચવા આદેશ કરાયો છે. પ્રભારી સચિવો જિલ્લા તંત્ર સાથે સંકલન કરીને વરસાદની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ તેમજ રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી પોતે સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અતિભારે વરસાદથી અમદાવાદ બાનમાં, CM પણ ફસાયા:7 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદથી બોપલમાં સ્થિતિ વણસી, બંગલોમાં પાણી ઘૂસ્યા; આજે અને આવતીકાલે સ્કૂલોમાં રજા
    Next Article
    જામનગરમાં સ્વ.નંદનીબા પીંગળની પ્રથમ પુણ્યતિથિ:પરિવાર દ્વારા રામધૂનનાં આયોજન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment