Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી-વાંકાનેર વિકાસ યોજના માટે સ્ટેકહોલ્ડર બેઠક યોજાઈ:કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

    1 day ago

    મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA)ની મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવા માટે જિલ્લા કલેક્ટર અને સત્તામંડળના ચેરમેન સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને સ્ટેકહોલ્ડર બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી કંપની લિમિટેડ (GTPCL) દ્વારા વિકાસ યોજના અંતર્ગત થયેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. ઉપસ્થિતોને યોજનાની પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન મોરબી-વાંકાનેર વિસ્તારના સુઆયોજિત અને સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભવિષ્યના રોડ નેટવર્ક, ઝોનિંગ, ટ્રાફિક વ્યવસ્થાપન અને જાહેર પરિવહન જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા. પર્યાવરણ સંરક્ષણ, ટ્રાન્સપોર્ટ નગર, પ્રવાસન વિકાસ અને સામાજિક માળખાકીય સુવિધાઓ પણ ચર્ચાના મુખ્ય વિષયો હતા. મહાનગરપાલિકામાં નવા ભળેલા ગ્રામ્ય વિસ્તારોના ટકાઉ શહેરી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ ઉદ્યોગો, વેપારીઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવી તેને વિકાસ યોજનામાં સમાવવાનું પણ વિચારવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે બેઠકમાં મળેલા સૂચનો અને અભિપ્રાયોની વર્તમાન કાયદા, નિયમો અને આયોજનના સિદ્ધાંતોના આધારે ચકાસણી કરાશે. યોગ્ય સૂચનોનો મુસદ્દારૂપ વિકાસ યોજનામાં સમાવેશ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે વિકાસ યોજનાની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પંડસુંબિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી (IAS), નાયબ કમિશનર તથા મુખ્ય નગર નિયોજક સંજયકુમાર સોની પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ઉદ્યોગ-વેપાર સંગઠનો અને એસોસિયેશનના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં RTOની કાર્યવાહી સામે રીક્ષા ચાલકોનો વિરોધ:200થી વધુ ચાલકો ધારાસભ્ય વિમલ ચુડાસમાને મળ્યા, ખોટી હેરાનગતિ નહીં કરવાની RTOની ખાતરી
    Next Article
    'Rs 20 Lakh Gone In 48 Hours': Bengaluru CA Questions Lavish Indian Weddings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment