Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે મેગા સ્ટોરી:પેટ્રોલ-ડીઝલની કમઠાણ વચ્ચે RTOમાં ઇવીની નોંધણી વધી, ઇ-કારમાં 131%, ઇ-ટુ વ્હીલરમાં 21%નો વધારો

    10 hours ago

    ઇરાન-અમેરિકા યુદ્ધને લીધે ખનિજ તેલના જથ્થાની અસરે ભારતને હજી પરેશાન કરી નથી. જોકે વડોદરાવાસીઓએ આ યુદ્ધમાંથી ધડો લઇ ઇ-વ્હીકલ્સ વસાવવા માંડ્યાં છે. વડોદરા આરટીઓ કચેરીના ડેટા મુજબ ઇલેક્ટ્રિકલ કારના રજિસ્ટ્રેશનમાં 131 ટકાનો અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં 20 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગત 2 વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધીનાં ટુ વ્હીલર, ફોર વ્હીલરના રજિસ્ટ્રેશનના ડેટાનું એનાલિસીસ કહે છે કે, ગત વર્ષે 1298 ઇ-ટુ વ્હીલરની નોંધણી થઇ હતી, જે આ વર્ષે 1567ની થઇ છે. જ્યારે ઇ-કાર ગત વર્ષે 140 વેચાઇ હતી, જે આ વર્ષે 324 વેચાઇ છે. ઇ-વાહનોના ડીલરોના જણાવ્યા મુજબ આ ટ્રેન્ડનો આધાર ચૂંટણી પછીની પેટ્રોલ-ડીઝલની કિંમતો પર રહેશે. જો કિંમતો 5 ટકા કરતાં વધુ વધી તો વેચાણ વધશે. જોકે આગામી સમયમાં ઇ-વ્હીકલ્સના ભાવ મોટાપાયે વધે તેવી શક્યતા નથી. ટુ વ્હીલર વાહનોના ડીલર ભૌમિક શાહ કહે છે કે, ઇ-ટુ વ્હીલર લેવા આવતાં લોકોના મનમાં પેટ્રોલ માટેની લાંબી લાઇનો અને પેટ્રોલના ભાવ વધશે તેવી ધાસ્તી છે. તેથી તેઓ ઇવી બુક કરાવી રહ્યાં છે. ઇ-કારમાં ચાર્જિંગ બાદ 300થી 500 કિમી ચાલી રહી હોવાથી હવે ઇ-કાર પણ લોકો પસંદ કરી રહ્યાં છે. ઇ-વીમાં વપરાતી સેમી કન્ડક્ટર ચીપનો દેશમાં પૂરતો પુરવઠો ઉપલબ્ધ, ઉત્પાદન પર અસર નહીં ઇ-વીમાં વપરાતી સેમી કન્ડક્ટર ચીપ ભારતમાં પણ બની રહી છે. તાઇવાન-ચીનમાંથી તેની આયાત થાય છે. ચીપનો પુરવઠો પૂરતો છે. આગામી સમયમાં આ પરિબળોને ધ્યાનમાં રાખીએ તો ઇ-વ્હીકલ્સના ઉત્પાદનને અસર થશે નહીં. > અમન ચાવડા, સેમિ કન્ડક્ટર એક્સપર્ટ લિથિયમની કિંમત 18 ટકા, ભાવ વધુ નહીં વધે ઇ-ટુ વ્હીલર્સમાં લિથિયમ બેટરીની કિંમત 18 ટકા જેટલી હોય છે. હાલમાં ચીનથી બેટરીઓ આવે છે, કેટલીક કંપનીઓ ભારતમાં જ બનાવે છે. જ્યારે બીજા કોમ્પોનેન્ટ્સની કિંમત નજીકના ભવિષ્યમાં ખૂબ વધે તેમ નથી. તેથી ઇ-વ્હીકલ વધુ મોંઘાં થાય તેવી શક્યતા નથી. > જયેશ ઠક્કર, ઇ-વ્હીકલ ઉત્પાદક ઇ-વ્હીકલનું આરટીઓ રજિસ્ટ્રેશનનું જાન્યુઆરીથી માર્ચનું સરવૈયું
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:કોસંબામાં 344 કરોડના ખર્ચે 9 કિમી લાંબો અનોખો રેલ-ઓવર-રેલ ફ્લાયઓવર બનશે
    Next Article
    મંડે પોઝિટીવ:12 વર્ષનાં 51 બાળકોએ 51 વડ દત્તક લીધા, 40 વર્ષના થશે ત્યારે પ્રકૃતિને 10 ગણો ઓક્સિજન પાછો આપ્યો હશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment