Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:કોસંબામાં 344 કરોડના ખર્ચે 9 કિમી લાંબો અનોખો રેલ-ઓવર-રેલ ફ્લાયઓવર બનશે

    9 hours ago

    ભારતીય રેલવેએ દેશમાં કનેક્ટિવિટી અને ટ્રેનોની ક્ષમતા વધારવા માટે રૂ. 647.58 કરોડના બે મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. જેમાં ગુજરાતના કોસંબા અને બિહારના ભાગલપુરનો સમાવેશ થાય છે. જોકે, આ પ્રોજેક્ટમાં સૌથી વધુ ચર્ચા ગુજરાતના કોસંબામાં બનનારા ‘રેલ-ઓવર-રેલ’ (ROR) ફ્લાયઓવરની છે. આ માત્ર એક બ્રિજ નથી. પણ રેલવેના ટ્રાફિક જામને ઉકેલવા માટેનું એક અદભૂત ‘એન્જિનિયરિંગ સોલ્યુશન’ છે. કોસંબા-ઉમરપાડા રેલવે સેક્શન મુંબઈ-વડોદરા મેઈન લાઇનના પૂર્વ ભાગમાં આવેલું છે. હાલમાં અહીં ગેજ રૂપાંતરણ એટલે કે નાની લાઇનમાંથી મોટી લાઇનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે કોસંબા પાસે ભારતનો મહત્વાકાંક્ષી ‘ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર’ એટલે કે માલગાડીઓ માટેનો ખાસ ટ્રેક પસાર થાય છે. આ ફ્રેટ કોરિડોર મેઈન લાઇન અને કોસંબા-ઉમરપાડા લાઇન વચ્ચે અવરોધ બની રહ્યો હતો. જો ટ્રેનોને જમીન પરના ટ્રેક (લેવલ ક્રોસિંગ) દ્વારા જોડવામાં આવે તો તે ટેકનિકલી જોખમી હતું અને તેનાથી મેઈન લાઇનનો ટ્રાફિક ખોરવાય તેમ હતો. આ સમસ્યાના ઉકેલ માટે રેલવેએ 9.20 કિમી લાંબો રેલ-ઓવર-રેલ ફ્લાયઓવર મંજૂર કર્યો છે. આ ફ્લાયઓવર દ્વારા કોસંબા-ઉમરપાડાની ટ્રેનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની ઉપરથી પસાર થઈને સીધી મુંબઈ-વડોદરા મેઈન લાઇન પર ઉતરશે. આનાથી મેઈન લાઇન પર દોડતી રાજધાની કે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોને રોકવી નહીં પડે અને નવી ટ્રેનો નિર્બાધ રીતે જોડાઈ શકશે. આ પ્રોજેક્ટથી દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો હવે સીધા મુખ્ય ઔદ્યોગિક કોરિડોર સાથે જોડાઈ જશે. જે ભવિષ્યમાં વેપાર અને રોજગારી માટે નવી તકો ખોલશે.કોસંબાનો આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાતની રેલવે કનેક્ટિવિટી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. રેલ ફ્લાયઓવર શું છે ? સામાન્ય રીતે રોડ પર ફ્લાયઓવર હોય છે. જેમાં વાહનો નીચેના ટ્રાફિકને અસર કર્યા વગર ઉપરથી પસાર થતાં હોય છે. તેવી જ રીતે રેલ-ઓવર-રેલ ફ્લાયઓવરમાં એક ટ્રેક જમીન પર હોય અને બીજો ટ્રેક તેની ઉપર પસાર કરવામાં આવે છે. જેનાથી બે અલગ અલગ દિશામાં જતી ટ્રેનો એક બીજાને રોક્યા વગર એક સાથે પસાર થઇ શકે છે . મુસાફરોને શું ફાયદો થશે અત્યારે ઘણી ટ્રેનોને જ્યારે સાઇડ લાઇન પરથી મુખ્ય લાઇન પર લાવવામાં આવે છે ત્યારે એન્જિનની દિશા બદલવી પડે છે. આ ફ્લાયઓવરની ડિઝાઇન એવી છે કે ટ્રેન ઉભા રહ્યા વગર સીધી જ મેઈન લાઇન પર ચઢી જશે. જેનાથી મુસાફરોના 20થી 30 મિનિટ બચશે. ગેજ રૂપાંતરણ બાદ આ રૂટ પર ભારે માલગાડીઓ અને લાંબી પેસેન્જર ટ્રેનો દોડશે. આધુનિક ફ્લાયઓવરને કારણે ટ્રેનોના અથડામણનું જોખમ શૂન્ય થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    US Israel Iran War LIVE: Indian Killed After Iranian Strike Damages Kuwait Power Station
    Next Article
    મંડે મેગા સ્ટોરી:પેટ્રોલ-ડીઝલની કમઠાણ વચ્ચે RTOમાં ઇવીની નોંધણી વધી, ઇ-કારમાં 131%, ઇ-ટુ વ્હીલરમાં 21%નો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment