Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:12 વર્ષનાં 51 બાળકોએ 51 વડ દત્તક લીધા, 40 વર્ષના થશે ત્યારે પ્રકૃતિને 10 ગણો ઓક્સિજન પાછો આપ્યો હશે

    10 hours ago

    પર્યાવરણના જતનનો ધર્મ નિભાવવા અને ભવિષ્યમાં ઓક્સિજન મળી રહે તે હેતુથી 12થી 15 વર્ષનાં 51 બાળકોએ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શરૂ કર્યો છે. જે અંતર્ગત બાળકોએ દુમાડમાં 32 હજાર ચો. ફૂટમાં 51 વડ રોપી તેને દત્તક લઈને ઉછેરવાની જવાબદારી લીધી છે. બાળકોએ 40 વર્ષની ઉંમર સુધી જેટલો ઓક્સિજન લીધો હશે તેનાથી 10 ગણો વધુ પર્યાવરણને પરત આપશે. પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, તેમાં બાળકોને ‘ગ્રીન ડોનર’ તરીકે જોડ્યાં છે. બાળકો માતા-પિતા સાથે મળી વૃક્ષોની સંભાળ લે છે, જેમ કે પાણી આપવું અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવી. તમામ રોપાને યોગ્ય આયોજન સાથે જુદી જુદી પેટર્નમાં વાવ્યા છે. નોંધનીય છે કે, પર્યાવરણ સંરક્ષણ તરફ અનોખું પગલું ભરી કચરેથી આઝાદી ફાઉન્ડેશને દુમાડ ગામે ‘વડ ફોરેસ્ટ’નું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ ઓક્સિજન માટેના ‘સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ જેવી કલ્પના પર આધારિત હોવાનું ડો.સુનિત ડબકેએ જણાવ્યું હતું. વડોદરામાં કાંપવાળી જમીનને કારણે વડ સૌથી વધુ ઊગે છે વડોદરામાં કાંપવાળી જમીન છે, સૂર્ય પ્રકાશ વધુ મળે છે અને વરસાદ પણ પૂરતો હોય છે. જેથી અહીં વડ વધુ ઊગે છે. વડની કેનોપી મોટી હોય છે. તે ઓક્સિજન પણ વધુ આપે છે. > જીતેન્દ્ર ગવલી, પર્યાવરણવિદ અન્ય 5 વૃક્ષની તુલનામાં વડનું 1 ઝાડ 10 ગણો ઓક્સિજન આપે છે આ અંગે ડો.સુનિત ડબકેએ કહ્યું કે, 5 વૃક્ષ જેટલો ઓક્સિજન આપે છે તેનાથી 1 વડ 10 ગણો ઓક્સિજન આપે છે. જેથી બાળકો વડ વાવીને જીવનભર જે ઓક્સિજન લીધો છે તેટલો ઓક્સિજન પર્યાવરણને પરત આપશે. જે 51 બાળકોએ વડ વાવ્યા છે તે સમયાંતરે વડ ફોરેસ્ટમાં ભેગાં થશે અને પર્યાવરણને બચાવવા વિવિધ ચર્ચા કરી પગલાં ભરશે. વડના ટેટા ગણા પશુ-પંખીનો ખોરાક હોય છે. જેથી જૈવ વિવિધતા પણ જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    મંડે મેગા સ્ટોરી:પેટ્રોલ-ડીઝલની કમઠાણ વચ્ચે RTOમાં ઇવીની નોંધણી વધી, ઇ-કારમાં 131%, ઇ-ટુ વ્હીલરમાં 21%નો વધારો
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ડિંડોલીમાં બાઈકે ટક્કર મારતાં મોપેડસવાર પાલિકાના પટાવાળાનું સ્થળ પર જ મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment