Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:ડિંડોલીમાં બાઈકે ટક્કર મારતાં મોપેડસવાર પાલિકાના પટાવાળાનું સ્થળ પર જ મોત થયું

    9 hours ago

    ડિંડોલી ખરવાસા રોડ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા 32 વર્ષીય શુભમ અભીમન બીર્હડે પાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. શનિવારે મોડી રાત્રે તેઓ પ્રમુખ પાર્ક બ્રિજ પરથી ડિંડોલી તરફ જતા હતા, ત્યારે વારીગૃહ ત્રણ રસ્તા પાસે પુરપાટ ઝડપે પસાર થતા બાઈક ચાલકે તેમને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ડિંડોલી કરાડવા રોડ રાજદીપ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય રાજેન્દ્રપ્રસાદ ધનગુરામ ગૌતમ શુક્રવારે સાંજે તેમના પુત્ર રિતેશ સાથે મોપેડ પર કામરેજથી ઘરે જતા હતા. સીમાડા નાકા પાસે પુરપાટ આવતા ટ્રકે પિતા-પુત્રને અડફેટમાં લેતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રાજેન્દ્રપ્રસાદને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ ખસેડાતાં શનિવારે તેમનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં વરાછા રેણુકાભવન પાસે કુબેરનગર રહેતા 30 વર્ષીય કૈલાસ ટેકાજી પ્રજાપતિ શનિવારે રાત્રે આંગડીયાની ઓફિસેથી ઘરે જતા હતા. ન્યુ બોમ્બે માર્કેટ નજીક બ્રિજ પર ટેમ્પો ચાલકે ટક્કર મારી હતી. ટેમ્પો પલ્ટી ખાઈ કૈલાસભાઈ પર પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:12 વર્ષનાં 51 બાળકોએ 51 વડ દત્તક લીધા, 40 વર્ષના થશે ત્યારે પ્રકૃતિને 10 ગણો ઓક્સિજન પાછો આપ્યો હશે
    Next Article
    Delhi Police Arrest Man Sending Hoax Bomb Threats From Mysuru

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment