Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ RTOએ ગરબા પંડાલમાં આપ્યો રોડ સેફ્ટીનો સંદેશ:સેલ્ફી પોઈન્ટ અને સ્પર્ધાઓથી ખેલૈયાઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા

    2 days ago

    નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ભરૂચ RTO કચેરી દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ ફેલાવવા ‘રોડ સેફ્ટી નવરાત્રી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત RTOના અધિકારીઓ અને કર્મચારીઓ શહેર તથા જિલ્લાના વિવિધ ગરબા પંડાલો, પાર્ટી પ્લોટ્સ અને સોસાયટીઓમાં પહોંચીને ખેલૈયાઓ અને દર્શકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરી રહ્યા છે. ભરૂચના એઆરટીઓ પી.આર.પઢિયારે જણાવ્યું હતું કે, આરટીઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ન જાય અને પરિવારો સુરક્ષિત રહે તે હેતુથી આ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. તહેવારોની ઉજવણીની સાથે નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલોને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. અભિયાનને વધુ અસરકારક બનાવવા બાળકો માટે રોડ સેફ્ટી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. યુવાધનને આકર્ષવા હેલ્મેટ પહેરેલી યુવતીના સ્ટેચ્યુ અને ટ્રાફિક ચિહ્નો સાથે સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે. લોકો અહીં સેલ્ફી લઈને સોશિયલ મીડિયા મારફતે માર્ગ સલામતીનો સંદેશ ફેલાવી રહ્યા છે. આ ઉપરાંત ગરબા મેદાનોમાં ઉપસ્થિત નાગરિકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, ઓવર સ્પીડિંગ ટાળવા તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે. તાજેતરમાં આર.કે. કાઉન્ટી સહિત વિવિધ ગરબા આયોજનોમાં RTO ટીમની હાજરીને ખેલૈયાઓ અને સ્થાનિક રહીશો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ભરૂચ RTO દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી દરમિયાન માર્ગ સલામતીના નિયમોનું પાલન કરી પોતાની અને અન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે, જેથી માર્ગ અકસ્માતો અટકાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બની રહે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 12000થી વધુ વિદ્યાર્થીઓએ લીધા ડિજિટલ ઉપવાસના સંકલ્પ:અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય, એશિયા બુકમાં રેકોર્ડ
    Next Article
    હિંમતનગર RTO સર્કલ પાસે ઓટો પાર્ટ્સના ગલ્લામાં આગ લાગી:સ્થાનિકોએ પાણી નાખી આગ બુઝાવી, ફાયર ટીમ પહોંચે તે પહેલા કાબુ મેળવાયો; આગ લાગવાનું કારણ અકબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment