Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 12000થી વધુ વિદ્યાર્થીઓએ લીધા ડિજિટલ ઉપવાસના સંકલ્પ:અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો નિર્ણય, એશિયા બુકમાં રેકોર્ડ

    2 days ago

    પાટણમાં ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી અને સ્વદેશી જાગરણ મંચના યુવા આયામ યંગ જનરેશન ઓફ ભારત (YGB) દ્વારા વિદ્યાર્થીઓ માટે 'ડિજિટલ ફાસ્ટ' (ડિજિટલ ઉપવાસ) સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ શહેરની વિવિધ શાળાઓના 12000થી વધુ વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક દિવસ સોશિયલ મીડિયા અને મોબાઇલ એપ્સનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લીધો હતો. આ સામૂહિક સંકલ્પને 'લાર્જેસ્ટ ડિજિટલ ફાસ્ટ પ્લેજ' તરીકે 'એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં સ્થાન પ્રાપ્ત થયું છે. પાટણ સ્થિત ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશાળ પાયે ડિજિટલ ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન સમયમાં બાળકો અને યુવાનો દૈનિક 6 થી 7 કલાક મોબાઇલ અને સોશિયલ મીડિયા પાછળ વિતાવતા હોવાથી તેમના અભ્યાસ અને માનસિક સ્થિતિ પર વિપરીત અસરો જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક સમયમાં બાળકોના માનસિક તણાવમાં 150% થી વધુ વધારો નોંધાયો હોવાના સંદર્ભ સાથે આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પાટણ શહેરની વિવિધ શાળાઓના અંદાજે 12000 જેટલા વિદ્યાર્થીઓએ અઠવાડિયામાં એક દિવસ, ખાસ કરીને મંગળવારે, તમામ પ્રકારના સોશિયલ મીડિયા અને મોબાઇલ એપ્લિકેશનથી દૂર રહેવા તેમજ સવારે 9:00 વાગ્યા પહેલાં તેનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ લીધેલા સંકલ્પ પત્રોને એક ઘડામાં એકત્ર કરી જમીનમાં મુકાયા હતા અને સંકલ્પના પ્રતીક તરીકે પીપળાના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સંસ્થાના હોદ્દેદારો, શિક્ષકો, આચાર્યો, સંચાલક જય ધ્રુવ, સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય સહ સંગઠક સતીશ કુમાર તેમજ પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સૌથી મોટી ડિજિટલ ઉપવાસ પ્રતિજ્ઞા તરીકે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે. પાટણથી શરૂ થયેલા આ પ્રકલ્પને આગામી સમયમાં સમગ્ર દેશમાં વિસ્તારવાની જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે મોરબી SHE ટીમ એક્શનમાં:ગરબા આયોજનોમાં સઘન ચેકિંગ કરી અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી
    Next Article
    ભરૂચ RTOએ ગરબા પંડાલમાં આપ્યો રોડ સેફ્ટીનો સંદેશ:સેલ્ફી પોઈન્ટ અને સ્પર્ધાઓથી ખેલૈયાઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment